તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ્સએપ બન્યુ બાળકી માટે આશિર્વાદ, હિંમતનગરથી ગૂમ બાળકી હળવદમાંથી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ મૂળ રાધનપુરના અને હિંમતનગરમાં રહીને મજૂરીકામ કરતા પરિવારની બાળકીને અજાણ્યો શખ્સ રવિવારે બપોરે ઊપાડી ગયાની હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. ત્યારે સોમવાર સવારે મોરબી-વીજાપુર બસમાં બાળકી રડતી મળી આવતા મુસાફરોએ હળવદ પોલીસને જાણ કરી હતી.આથી હળવદ પોલીસે સંપર્ક કરી બાળકીને પરિવારજનો સોંપી હતી.
બાળકી હળવદમાં મોરબી-વિજાપુરની બસમાં રડતી હાલતમાં મુસાફરને મળતા પોલીસને સોંપી
રાધનપુરના રહેવાસી અને છેલ્લા આઠ વર્ષથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેશન સામે ભીલવાસમાં રહેતા જીતુભાઈ અમૃતભાઈ ભીલનો પરિવાર મજૂરી કામ કરી પેટીયુ રળતો હતો. ત્યારે બીજાધોરણમાં ભણતી 7 વર્ષની બાળકી નિકીતા હિંમતનગર ગામના બસ સ્ટેશન પાન કેબીને રમતી હતી. રમતા રમતા 30 થી 32 વર્ષનો અજાણ્યો શખ્સ ઊપાડી ગયો હતો.
હળવદ પોલીસે બાળકીનો ફોટો વોટ્સએપ પર વાયરલ કરતા પરિવારના સદસ્યને જાણ થઇ હતી
હિંમતનગર પોલીસે ગૂમની જાહેરાત કરી શોધખોળ આદરી હતી. આ દરમિયાન હળવદ બસ સ્ટેશનમાં મોરબી-વીજાપુર બસમાં પાછળની સીટમાં 7 વર્ષની બાળકી રડી રહી હતી. આથી હળવદના મુસાફર બિપીનભાઈએ હળવદ પોલીસને જાણ કરાતા વોટસઅપદ્વારા બાળકી મળી આવી તેવી જાહેરાત ફોટા સાથે મેસેજ પ્રસિધ્ધ કર્યા હતા. જે હિંમતનગરનાં જીતુભાઈના માસીના દિકરા નરેશભાઈને મેસેજ વોટસઅપમાં મળતા. હળવદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી હળવદ પોલીસે ગૂમ થયેલ બાળકીને પરિવારજનોને હિંમતનગર પોલીસ સાથે રાખી મિલન કરાવ્યુ હતું.

પરિવાર લગ્નમાં પડયો અને બાળકી ગૂમ થઇ
હિંમતનગરમાં જીતુભાઈ ભીલના કુટુંબમાં રવિવારે લગ્નનો પ્રસંગ હતો. આથી સગાવ્હાલા, મિત્રવર્તુળ સહિતની મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતાં. આ દરમિયાન નિકિતાની ખબર રવિવાર ચાર વાગ્યા સુધી મળી ન હતી. આથી લગ્નનો પ્રસંગમાં આવેલા મહેમાનો અને પરિવારજનો પણ ચિંતામાં મૂકાઈ ગયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો