પાટડીમાં આધેડનું ડેંન્ગ્યુથી મોત, મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના હતા વતની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના અને પાટડીમાં ઘણા સમયથી મજૂરીકામ કરતા 50 વર્ષના આધેડને છેલ્લા એક અઠવાડીયાથી સખત તાવ બાદ ડેંન્ગ્યુની અસર જણાઇ હતી. ત્યારે સારવાર દરમિયાન શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મોત નિપજ્યુ હતુ.
8થી 10 દિવસથી સખત તાવ આવતો હતો
પાટડી સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 150થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે. ત્યારે પાટડીમાં આધેડનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલીનો અને પાછલા ઘણાં સમયથી પાટડીમાં મજૂરી કામ કરી પેટીયુ રળતા 50 વર્ષીય નંદકિશોરને 8થી 10 દિવસથી સખત તાવ આવતો હતો. જેમાં ડેંન્ગ્યુની અસર જણાતા સારવાર દરમિયાન આધેડનું શંકાસ્પદ ડેંન્ગ્યુના કારણે મોત નિપજયુ હતુ. આથી પાટડી પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાગરભાઇ રબારી દ્વારા એમના પરિવારજનો ને લઇ આ આધેડ નંદકિશોર પાસવાનની લાશને એના માદરે વતન ઉત્તર પ્રદેશના રાયબરેલી લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...