તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી ST વર્કશોપમાં રિનોવેશન વેળા મજૂર કાટમાળમાં દબાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડી:લીંબડી એસ.ટી ડેપોમાં જર્જરીત બનેલા વર્કશોપનું રિનોવેશન ચાલી રહ્યું હતું. આ  દરમિયાન અકસ્માતે લોખંડની એંગલ અને બીંબ વચ્ચે કામદાર દબાઇ જતાં વર્કશોપમાં દોડધામ મચી ગઈ હતી. અને  સુધરાઈ ફાયર બ્રિગેડ ટીમે ફસાયેલા શ્રમિક ને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.
 
લીંબડી એસ.ટી ડેપોમાં વર્ષ 1979 માં વર્કશોપનુ નું નિર્માણ થયું હતું
 
ડેપોમાં રિનોવેશન કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાતા કર્મચારીઓએ અધિકારીઓ પાસે ફરી રોષ વ્યક્ત કર્યો હતો. લીંબડી એસ.ટી ડેપોમાં વર્ષ 1979 માં વર્કશોપનુ નું નિર્માણ થયું હતું. આ વર્કશોપમાં બિસ્માર બની ગયું છે. આથી એસ.ટી તંત્ર દ્વારા આ બિસ્માર વર્કશોપનુ રીનોવેશન ચાલી રહ્યું છે. રિનોવેશન કામગીરી શરૂ થાય તે પુર્વે જ પૃથ્વીરાજસિંહ રાણા અને લલિતભાઈ સોલંકી તથા સ્ટાફે આ રિનોવેશન કામગીરી નો વિરોધ કર્યો હતો અને ડેપો મેનેજર ને આવેદનપત્ર આપ્યું હતું. પરતું તેમ છતાં વર્કશોપમાં રિનોવેશન કામગીરી ચાલુ કરાઇ હતી.
 
દિવાલનો ભાગ બીંબ સાથે તૂટી પડતાં તે દબાઇ ગયો 
 
આ દરમિયાન બીંબ પાસે પતરુ રીપેરીંગ કરવા જતા શ્રમિક દશરથભાઇ પટેલ ઉપર દિવાલનો ભાગ બીંબ સાથે તૂટી પડતાં તે દબાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં લીંબડી નગરપાલિકાની ફાયરબ્રિગેડના જગદીશભાઈ પરમારઅને ટીમે દબાયેલા શ્રમિકને બહાર કઢાવી સારવારમાં ખસેડાયો હતો. જો કે ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ આજે જે કાંઈ ઘટના બની છે તે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી ને યોગ્ય કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી.  લીંબડી એસ.ટી ડેપોમાં રાજભા ઝાલા, પી.જે. રાણા તથા મદનસિંહે આજે બનેલી ઘટના ને વર્કશોપમાં જીવના જોખમે ફરજ બજાવતા કર્મચારીઓ કારીગરો માટે લાલ બત્તી સમાન ગણાવ્યો હતો. અને વર્કશોપનું રિનોવેશન નહીં નવિનકરણ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો