તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરની અડધી ગ્રામપંચાયત પર મહિલાઓનું રાજઃ સ્ત્રીઓને સંચાલનની તક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરઃ લખતર ગ્રામ પંચાયતની યોજાનાર આગામી ચૂંટણીમાં કુલ 16 સભ્યોમાંથી 8 સ્ત્રી સભ્યો ચૂંટાશે. જ્યારે સરપંચની સીટ સામાન્ય સીટ હોવાને કારણે દરેક સમાજ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવાશે. જ્યારે 3 હજારથી વધુ પાટીદાર મતદારો નિર્ણાયક બનશે. લખતર ગામમાં કુલ 8952 મતદારોમાંથી 4704 પુરૂષ અને 4248 સ્ત્રી મતદારો હોવાથી મતદારો પોતાનાં ઉમેદવારો ઉપર પસંદગીની કળશ ઢોળશે.

લખતર તાલુકામાં ચૂંટણી માટે સરકારી તંત્ર કામે લાગી ગયું છે તો તેની સાથોસાથ ચૂંટણી લડવા ઈચ્છા ધરાવતાં ઉમેદવારો પોતાનાં વિસ્તારનો અંદાજ લગાવી ગણિત ગણી રહ્યા જોવા મળે છે. લખતર ગ્રામ પંચાયતની કુલ 16 સીટમાંથી આઠ સીટ મહિલા અનામત છે. જ્યારે અનુ.જાતિ.ની બે, અનુ.જન.જાતિ.ની એક તો વળી સામાજિક શૈ.પ. ની બે મળી કુલ સોળ સીટોની ચૂંટણી થશે. આ ઉપરાંત લખતર ગ્રામ પંચાયતનાં સરપંચની સીટ બિન અનામત સામાન્ય થવાથી ચૂંટણીમાં જંગ જામશે. જેમાં લખતરમાં 3 હજારથી વધુ પાટીદારો મતદારો નિર્ણયાક બને તેમ છે.
આગળ વાંચો સ્ત્રીઓને સંચાલનની તક
અન્ય સમાચારો પણ છે...