તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડના મૂળીમાં સરાને બે વરિષ્ઠ નાગરિક હરિયાળુ બનવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળીઃ સમગ્ર ઝાલાવાડમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછુ જોવા મળે છે. અને તેમાં પણ મૂળી તાલુકામાં પથ્થરાળ જમીનમાં વૃક્ષો ઓછા જોવા મળે છે. ત્યારે પર્યાવરણ યોગ્ય રહે તે ભાવનાથી સરાના બે વડીલો દ્વારા બે કિમીના રસ્તા અને મંદિર પાસે 1100 જેટલા 20 જાતના 3800 ફૂટ ટપક પદ્ધતિ ગોઠવી ઉછેરવાની નેમ લીધી છે. આ વૃધ્ધો યુવાનોને જાણે શરમાવતા હોય તેમ વૃક્ષોની માવજત કરી રહ્યાં છે.
સ્વખર્ચે 3800 ફૂટ જેટલી ટપક પદ્ધતિ પાથરી 1100 જેટલા વૃક્ષ ઉછેરી તેનું જતન કરાશે

મૂળી તાલુકામાં પથ્થરાળ જમીનના કારણે વૃક્ષો ખૂબ જ ઓછા જોવા મળે છે. ત્યારે સૂકા મલકનું કલંક દૂર થાય અને સમગ્ર વિસ્તારમાં હરીયાળી ફેલાય તે માટે સરાના બે આધેડ દ્વારા 1100 જેટલો વૃક્ષો ઉછેરવાની ખેવના રાખતા આનંદની લાગણી ફેલાઇ છે. મૂળીના સરા ગામ રહેતા મનુભાઈ સુંદરજીભાઈ અને ભગવાનજીભાઈ દેવજીભાઈ પટેલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં જૂના નાડધ્રીના રસ્તે તેમજ સૂરધનદાદાના મંદિર પાસે પરિવારની મદદથી જાત મહેનત અને સ્વખર્ચે લીમડો, પીપળો, વડ, ઉમમરો, આસોપાલવ સહિત 20 જેટલી જાતના 1100 જેટલા વૃક્ષો વાવી તેની માવજત કરવાની નેમ લીધી છે. અને 3800 ફૂટ જેટલી ટપક પદ્ધતિથી પાથરી વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

વૃક્ષોનું રક્ષણ થાય તે માટે વન વિભાગની મદદ લઇ પીંજરા મૂકવામાં આવ્યા છે. અને જાણે એક સાથે આટલી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર વડીલો દ્વારા કરવામા આવતા અને માવજત કરવાની ખેવના રાખતા જાણે યુવાનોને પણ શરમાવે તેવી સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્ય વૃધ્ધો કરી રહ્યા છે. આ અંગે ભગવાનજીભાઈ અને મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણ સારૂ રહે અને સમગ્ર વિસ્તાર હરીયાળુ બને તે માટે અમે પરિવાર અને વન વિભાગની મદદથી 1100 જેટલા વૃક્ષોવાળી તેનું જતન કરવામાં આવશે. અને આ વૃક્ષો મોટા થતા સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો