તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત સમાજની ન્યાયની માંગ,’ સુરેન્દ્રનગર જિલ્લામાં તંગદિલીનો દાવાનળ !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સમઢીયાળામાં દલિત પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધની આંધી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉઠી હતી. સતત ત્રણ દિવસથી ચાલતા દેખાવો અને વિરોધ બાદ બુધવારે આપવામાં આવેલા બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લામાં સવારથી જ બજારો બંધ રહી હતી. ન્યાયની માંગણી સાથે હજારો દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં ભેગા થયેલા દલિતો અને કોંગી કાર્યકરોના સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેકટ કચેરીએ પહોંચ્યા હતા. જયાં કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપ્યુ હતુ.
બંધ પળાવવા માટે દલિત સમાજ રસ્તા પર ઉતરી આવતાં પોલીસ ખડેપગે

શહેરમાં દુકાનો બંધ કરાવવાના મુદ્દે કોઇ કોઇ જગ્યાએ નાની મોટી બોલાચાલી થઇ હતી. પરંતુ વઢવાણ 80 ફૂટ રોડ પર દુકાનો ખૂલ્લી હોવાના સમાચાર મળતા દલિત યુવાનો ત્યાં ગયા હતા. જયાં ચાની હોટલ બંધ કરાવવા બાબતે દલિતો અને હોટલના સંચાલકો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા હોટલવાળાના સાતથી આઠ માણસો ધોકા સાથે તૂટી પડયા હતા. જેમાં નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ, દેવજીભાઇ રતિલાલ પરમાર, મેરૂભાઈ મઘાભાઈ અને પ્રવિણભાઈ કુલ ચાર વ્યકિતઓને ઇજા થઇ હતી. જે પૈકી બેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આથી પરિસ્થિતિ તંગ બની હતી. અને 80 ફૂટ રોડ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે હૂમલાખોરો ન પકડાતા દલીતો ડીએસપી કચેરીએ દોડી ગયા હતા. અને આરોપી ન પકડાય ત્યાં સુધી ઘરે નહી જવાની માંગ સાથે કચેરીમાં બેસી જતા દોડધામ મચી હતી.
સુરક્ષાને પગલે ચુસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગરની મુખ્ય બજારના રસ્તાની સાથે વઢવાણ ગેબનશાપીર સર્કલ, હળવદ – દેવળીયા હાઇવે, પાટડીમાં બહુચરાજી તથા અમદાવાદ તરફ જતો હાઇવે, સાયલા નેશનલ હાઇવે પર ઉમટી પડેલા દલિતોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પરિણામે અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. હળવદ, ધ્રાંગધ્રા, થાન, પાટડી, સાયલા, ચૂડા તથા લખતરમાં પણ રેલી યોજીને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું હતુ. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ વડા દીપકુકમાર મેઘાણીએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ઝાલાવાડમાં શાંતિ જાળવવા કલેકટરે લોકોને અપીલ કરવી પડી

ઉનાના દલિત કાંડ મુદ્દે રજૂઆત કરવા માટે ગયેલા દલિત આગેવાનોને કલેકટર ઉદીત અગ્રવાલે જિલ્લામાં શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ તમે પણ કરો છો, માટે તેને નુકશાન ન થાય તે જોજો. સાથે તમારી લાગણી સરકારમાં પહોંચાડવા ખાત્રી આપી હતી. જોકે વિરોધને પગલે સામાન્ય લોકોને કોઇ અસર ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. જોકે તેમ છતાં દલિત સમાજના લોકોએ રોડ પર ઉતરી આવીને જબરદસ્તીથી બજારો બંધ કરાવી હતી.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો