તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાતના નામે નહીં વિકાસના નામે વોટ કરો : હુકમનારાયણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા ખાતે ભારતીય જનતા પક્ષના ઉમેદવારના પ્રચાર માટે ગ્રીનચોક ખાતે જાહેર સભા યોજવામાં આવેલ હતી. આ જાહેર સભામાં તેજાબી વક્તા અને બિહારના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મંચ પરથી સંબોધનમાં જણાવ્યું કે વિકાસના નામે મત માંગવા માટે આવ્યો છું. લોકો જાતપાતને જાકારો આપો આ સભાબાદ સ્કુટર રેલી યોજવામાં આવેલ જે મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી.


ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ પક્ષોની પ્રચાર કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રાના ગ્રીનચોક ખાતે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જેરામભાઈ ધનજીભાઈ સોનગરાના પ્રચાર માટે જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભાને સંબોધવા બિહારના સાંસદ હુકુમનારાયણ યાદવે ઉપસ્થિત રહ્યા હતા. મંચપરથી તેઓએ લોકોને સંબોધતા જણાવ્યું કે આ વખતની વિધાનસભાની ચૂંટણી જાતપાતની રાજનીતી કરનારાઓ સામે વિકાસની રાજનીતી કરનારાઓની આ લડાઇ છે.

 

હાઇ આપણા ભારત દેશને મહાસત્તા બનાવવા માટે અગ્રેસર કરવા માટે મતદાન કરો આ પ્રસંગે મંત્રી જયંતીભાઈ કવાડીયા. એપીએમસીના ચેરમેન મહેશભાઈ પટેલ,  પ્રકાશભાઈ સોની, ધનશ્યામભાઈ ગોહીલ, દેવપાલસિહ ઝાલા, કનકસિંહ ઝાલા, ધનશ્યામભાઈ સંધાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો સભા સ્થળે ઉમટી પડયા હતા. આ સભાબાદ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી.આ કાર્યક્રમ સફળ બનવા માટે ભાજપના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...