તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું આ ગામ બન્યું હાઇટેક યુગનું આદર્શ ગામ, ગ્રામજનોને મળી તમામ સુવિધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાનું કારીયાણી ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બનવા તરફ જઇ રહ્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 25 ના રોજ ગામની ખાસ મુલાકાત લેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને નર્મદાના નીર આવતા ગામડાઓ આર્થિક રીતે સધ્ધર બન્યા છે.

તમામ સગવડતાઓ પુરી પાડીને ગામની કાયાપલટ કરાઇ

વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશીએ કારીયાણી ગામને દતક લીધુ હતુ. બાદમાં સૌપ્રથમ લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે પાણીની લાઇન નાખી હતી. ત્યાર બાદ ભૂગર્ભ ગટરની પણ સુવિધા પુરી પાડી હતી. આટલુ જ નહી પરંતુ અધતન ગ્રીન સ્કૂલ, સ્ટ્રીટલાઇટ, પાકા રસ્તા, ઘરે ઘરે શૌચાલયો, પુસ્તકાલય, બસ સ્ટેશન સહિતની તમામ સગવડતાઓ પુરી પાડીને ગામની કાયાપલટ કરવામાં આવી હતી. ખાસ કરીને કચરાના નિકાલ માટે તેને રીસાયકલ કરીને તેમાંથી ગેસ ઉત્પન્ન કરીને પાઇપ લાઇન મારફતે ગેસ પૂરો પાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ગામની એક વેબસાઇટ બનાવવામાં આવી

ઉપરાંત તમામના જનધનના ખાતા અને આધાર કાર્ડના બેંકોમાં લીંકપઅ કરી દેવાની સિધ્ધી પણ મેળવી છે. કારીયાણી ગામે જે સિધ્ધી મેળવી છે તેમાંથી અન્ય ગામના લોકો પણ પ્રેરણા મેળવે તે માટે ગામની એક વેબસાઇટ બનાવવામાં આવી છે. જેમાં ગામની તમામ સુવિધાની ફોટોગ્રાફ સાથે વિગતો દર્શાવવામાં આવી છે. ખરા અર્થમાં આદર્શગામ બનવા જઇ રહ્યુ હોય ગુજરાતના મુખ્ય મંત્રી આગામી તા.25 માર્ચના રોજ ગામની ખાસ મુલાકાત લેવા માટે આવવાના છે. અને આથી જ વર્તમાન સમયે ગામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, વાઇફાઇ સુવિધાથી સજજ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો