તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં ડેન્ગ્યૂથી મોત બાદ ગાંધીનગરથી આદેશ, ઘેર ઘેર સર્વેની કામગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીઃ પાટડીમાં મજૂરીકામ કરતા ઉત્તરપ્રદેશના આધેડનું ડેંન્ગ્યુના કારણે કમકમાટી ભર્યું મોત નિપજ્યાના 16 સપ્ટેમ્બરના દિવ્યભાસ્કરના અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. આથી ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ અપાતા આરોગ્ય વિભાગની 30 ટીમોએ પાટડીમાં ધામા નાખી ઘેર ઘેર સર્વે, ફોગીંગ અને મચ્છરના પોરાના નાશક દવાના છંટકાવની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
પાટડીમાં આરોગ્ય વિભાગની 30 ટીમોના ધામા : ઘેર-ઘેર ફોગીંગ, સર્વે હાથ ધરાયો

પાટડી પંથકમાં ઠેર ઠેર પારાવાર ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્વવ વધતા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. બે દિવસ અગાઉ પાટડીમાં મજૂરી કામ થકી પેટીયુ રળતા મુળ ઉત્તરપ્રદેશના રાયબરેલીના 50 વર્ષીય આધેડનું શંકાસ્પદ ડેંન્ગ્યુના કારણે કમકમાટી ભર્યું મોત નિપજ્યાના તા.16 સપ્ટેમ્બરના દિવ્યભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. આથી ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી તપાસના આદેશ અપાયા હતા.
ગાંધીનગરથી અધિકારીઓ સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એમ.દેવ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.ક્રિસ્ચીયન, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.બી.કે.વાઘેલાની આગેવાનીમાં 60 લોકોના સ્ટાફની 30 ટીમો દ્વારા પાટડીમાં ઘેર ઘેર સર્વે, ફોગીંગ અને મચ્છરોના પોરાનાશક દવાના છંટકાવની કામગીરી યુધ્ધના ઘોરણે હાથ ધરાઇ છે. સાંજે તમામ ટીમો દ્વારા કેટલા ઘરોમાં સર્વે કરાયો અને કેટલી જગ્યાએ પોરા મળીઆવ્યા એની વિગતવાર માહિતી એકઠી કરાઇ હતી. લોકોએ પણ આ બિમારીથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે અને પાણીના ભરાવાને ટાળવુ અનિવાર્ય છે.
અન્ય સમાચારો પણ છે...