હળવદના ટીકરમાં પશુઓ માટે રામરોટી મંડળ દ્વારા થાય છે ખાસ પ્રભાતફેરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ હળવદ તાલુકાના ટીકરના ગ્રામજનો દ્વારા છેલ્લા 30 વર્ષથી રામરોટી મંડળ દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી કરે છે. જેમાંને ગામમાંથી અનાજ એકઠુ કરે છે. આ અનાજ એકઠુ કર્યા બાદ રોટલી રોટલા બનાવી ગાયો અને કૂતરાઓને દરરોજ જમાડે છે.
રામરોટી મંડળ અનાજ એકઠું કરીને પશુપંખીઓની સેવા

ટીકર ગામનું રામરોટી મંડળ છેલ્લા 30 વર્ષથી વહેલી સવારે ટીકર ગામના જુદાજુદા વિસ્તારમાં ઘેર ઘેર ફરીને અનાજ એકઠુ કરે છે. ત્યારબાદ દિવસ દરમ્યાન રોટલી રોટલા બનાવીને ટીકર ગામના અબોલ પશુઓ ગાયો તેમજ કૂતરાઓને દરરોજ ખવડાવે છે. આ અનોખો સેવાયજ્ઞ છેલ્લા 30 વર્ષથી ગામલોકોના સહયોગથી રામરોટી મંડળ દ્વારા કરવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં સમસ્ત ગ્રામજનો પણ સારો આવકાર આપે છે. ત્યારે નિસ્વાર્થ ભાવે મૂંગા પશુઓ પંખીઓને પણ દરરોજ નિયમિત ગામના પાદરે ખવડાવવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં રામરોટી મંડળના સભ્યોને ગ્રામલોકો દ્વારા લાખ લાખ સલામ કરાય છે.
અન્ય સમાચારો પણ છે...