તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યના માર્ગ પર ચાલવાની ભેખ આપે તે જ ‘સતગુરુ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અષાઢી પૂનમે ગુરૂ મંદિરોમાં ગુરૂ ભક્તિનો મહાસાગર છલકાયો હતો. ભકતો વહેલી સવારથી પોતાના ગુરૂનું પૂજન અર્ચન કરવા ઉમટી પડયા હતા. ઝાલાવાડના વિવિધ આશ્રમો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.
ઝાલાવાડની ધાર્મિક સંસ્થાઓમાં ગુરૂજનના આશિર્વાદ લેવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું

સુરેન્દ્રનગરના દૂધરેજ સ્થીત વડવાળા મંદિરમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મંદિરના મહંત કણીરામબાપુનું પૂજન અર્ચન કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. જયારે સ્વામિનારાયણ ગુરૂકૂળ ખાતે મહાત્મા સ્વામીની ઉપસ્થિતિમાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય, સ્વસ્તીક હાઇસ્કૂલ, દર્શન વિદ્યાલય, ઓમકાર વિદ્યાલય, શારદા મંદિરમાં ગુરૂપૂનમ ઉજવાઇ હતી. વઢવાણના સ્વામિનારાયણ મંદિર, લાલજી મહારાજની જગ્યા, રામમોલ મંદિરમાં ગુરૂપૂનમ ઉજવાઇ હતી.

લીંબડી : સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે મહંત લલીત શરણજી મહારાજે ગુરૂપાદુકાનું પુજન અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. લીંબડીના કબીર યોગાશ્રમ ખાતે મહંત પંડિત ચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરૂપૂર્ણીમાં ઉત્સવની ઉજવણી કરાઇ હતી. સ્વામિનારાયણ મંદિર રાધેશ્યામ મંદિર, લાઇફ મિશન, હનુમાનજી મંદિર ગુરૂપુર્ણીમાંની ઉજવણીમાં ભાવીકો ઉમટી પડ્યા હતા.

મૂળી : મૂળી સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂનમની ઉજવણી કરાઇ હતી. જયારે દૂધઇ વડવાળા મંદિરે ગુરૂપૂજન, આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યને સફળ બનાવવા મહંત રામબાલકદાસ, શ્યામસુંદરદાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

સાયલા : સાયલા લાલજી મહારાજ મંદિરના મહંત દુર્ગાદાસજીએ અનેક સેવકોને ગુરૂમંત્ર આપી આશિર્વચન આપ્યા હતા. જેમાં ગુજરાતભરમાંથી 30હજારથી વધુ સેવકોએ મહાપ્રસાદ લઇને પાવન બન્યા હતા. જયારે રાજ સોભાગ આશ્રમમાં મુમુક્ષુ અને ભાઇ નલિનભાઇ કોઠારીએ ગુરૂદેવ લાડકચંદ બાપાની પ્રતિમાનું પુજન અર્ચન કરીને અમૃત વાંચન કર્યુ હતુ.

લખતર : લખતર જગદીશ આશ્રમ ખાતે ભાવપ્રકાશજીનાં ગુરૂપૂજનનું કરવામાં આવ્યુ હતુ. જયારે લખતર રામજીમંદિરો, ગેથળા હનુમાનજી, ગુરૂપૂનમનું આયોજન કરાયુ હતુ.

થાન : થાનના જોગાશ્રમ અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર શાળામાં ગુરૂપૂનમની ઉજવણી કરાઇ હતી.
હળવદ : હળવદના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોમાં શિષ્યોએ ગુરૂનુ પૂજન કર્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો