FCIના ગોડાઉન જતી ટ્રકોથી વઢવાણવાસીઓ ત્રાહિમામ્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ધઉં, ચોખા, ખાંડ સહિતનો રેશનીંગનો 15000 ટન જથ્થો રેલ માલ ગાડી દ્વારા વઢવાણના જીસીઆઇ ગોડાઉનમાં લઇ જવાય છે. પરંતુ સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનથી ખારવારોડ વઢવાણ ગોડાઉન સુધી 100 ટ્રકની એક સાથે રેંક  નીકળતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.   

આથી વઢવાણ રેલ્વે સ્ટેશન પરટ્રેક લઇને આપાતી માલગાડી લઇ જઇ હજારો ટન અનાજ સહિતનો જથ્થો પહોંચાડાય તેવી માંગ ઉઠી છે.સુરેન્દ્રનગર જિલ્લામં અનાજના જથ્થાને સાચવવા કેન્દ્ર સરકારે એફસીઆઇ ગોડાઉનો બનાવ્યા છે. પરંતુ આ ગોડાઉનો સુધી અનાજના જથ્થાને પહોંચાડવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સુરેન્દ્રનગર ને વઢવાણની હજારો જનતાને ત્રાહિમામ પોકારી ગયા છે.
 
સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે માલગાડી માંથી 15000 ટન અનાજ સહિતનો જથ્થો ઉતારાયા છે.   ત્યાર બાદ 1000 ટ્રકો દ્વારા 10 કિમી દૂર વઢવાણ ખારવા રોડ પર એફસીઆઇ ગોડાઉન પર ધઉં, ખાંડ, બાજરો , ચોખા, મગ અને મઠને ઠલવાયા છે. 
 
આ સ્થળ સુધી પહોંચવાના સુરેન્દ્રનગર, 80 ફૂટ રોડ, ડેરી અને વઢવાણ શહેરમાંથી 1000 ટ્રકોની રેક પસારથતા ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે. આથી રેલ્વે તંત્રને  આર્થીક નુકસાન અને હજારો શહેરીજનોને માનસીક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યામાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય આયોજન કરવાની રજૂઆત કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...