તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી: ઘૂડખર અભયારણ્યમાં તંત્રની ઘૂસણખોરી, ઇકો ઝોનમાં 85 ટકા ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી: કેન્દ્ર સરકારની ભલામણથી ગુજરાત સરકાર દ્વારા 1973માં 4953.71 ચો.કિમી વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન ઘોષિત કરવામાં આવ્યો હતો. આ અભ્યારણ્યની આસપાસનાં ઇકો સેન્સેટીવ ઝોન માટે તાજેતરમાં યોજાયેલી ગુજરાતનાં ગૃપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં ઘૂડખર ઇકો સેન્સેટીવ ઝોન માટે 4,21,000 હેકટરનો પ્રસ્તાવ હતો. જે 85.3 ટકા ઘટીને માત્ર 63,000 હેકટર જ રાખવા નિર્ણય કરાયો છે.

કેન્દ્ર સરકારના વિભાગની વિચારણા હજું બાકી

કેન્દ્ર સરકારની ભલામણથી ગુજરાત સરકાર દ્વારા 12 જાન્યુઆરી 1973નાં રોજ રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન ઘોષિત કરવામાં આવ્યો હતો. અને સને 1978માં મોટા રણનો થોડો ભાગ ઉમેરીને 4953.71 ચો.કિમીનો વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભિયારણ્યનાં નામે ઘોષિત કરાયુ હતું. ત્યારે વનવિભાગનાં આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ ખાતે ઇકો સેન્સેટીવ પ્રપોઝલ કમીટીનાં કૌશીક પટેલની અધ્યક્ષતામાં બે વખત બેઠક યોજાઇ હતી. જેમાં રાજયનાં અભિયારણ્યો ફરતે ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરતા પહેલા વિસ્તારમાં વધઘટ મુદ્દે વિચાર વિમર્શ કરાયો હતો.

ઇકો સેન્સી.ઝોન 4.21 લાખ હે.થી ઘટાડી 63 હજાર હે.કરવાનો નિર્ણય

પાંચ જિલ્લાને સાંકળતા કચ્છના નાના રણમાં આવેલા ઘૂડખર અભિયારણ્યનો વિસ્તાર 4953.71 ચો.કિમી સાથે 4451 ઘૂડખરનું નિવાસસ્થાન છે. વધુમાં આ અભિયારણ્યમાં 33 પ્રકારનાં સસ્તનધારી અને 29 સરીસૃપો સાથે વિદેશી નયનરમ્ય લાખો પક્ષીઓ મહાલવા આવે છે. આ ઘૂડખર અભિયારણ્યની આસપાસનાં ઇકો સેન્સેટીવ ઝોન માટે કુલ 4,21,000 હેકટરનો પ્રસ્તાવ હતો. ત્યા માત્ર 63,000 હેકટર જ રાખવાનો નિર્ણય લેવાયો છે. આથી પ્રસ્તાવિત ઇકો સેન્સેટીવ ઝોન પર 85.3 ટકા કરવત ફેરવવાનો તખ્તો ઘડાઇ ગયો છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ઇકો સેન્સેટીવ ઝોન શું છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો