બામણવા પાસેથી ઇગ્લિશ દારૂની 408 બોટલ ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: પાટડી પોલિસે બાતમીના આધારે બામણવા કોચાડા રોડ પર દરોડો પાડયો હતો. જેમાં  લાલ કલરની અલ્ટો કારમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇગ્લિશ દારૂની બોટલો નંગ 408 મળી હતી. ત્યારે કુલ રૂ. 140800 ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કર્યો હતો.

પાટડી પંથકમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણની બૂમરાણો ઉઠી છે. ત્યારે  પાટડી પીએસઆઇ એચ.જે.ભટ્ટ અને એએસઆઇ ડાહ્યાભાઇ પરમાર સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં બામણવા કોચાડા રોડ પરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ કલરની અલ્ટો કારને આંતરીને સઘન તપાસ કરી હતી. જેમાં  ગાડીમાંથી ઇગ્લિશ દારૂની બોટલો નંગ ૩૩૬ કિંમત રૂ. 33600 અને બિયર ટીન નંગ 72 કિંમત રૂ.7200 અને રૂ. એક લાખની કિંમતની અલ્ટો કાર મળી કુલ રૂ.140800ના મુદામાલ જપ્ત કરાયો. જ્યારે હિંમતપુરાના અશોક વિરૂગામાને ઝબ્બે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એચ.જે.ભટ્ટ ચલાવે છે.
અન્ય સમાચારો પણ છે...