વઢવાણમાં ચાર રાઉન્ડ ફાયરીંગ: લોકો તલવારો લઇને પોલીસ સામે પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણમાં જૂની અદાવતમાં થયેલી તકરારનું વેર વાળવા માટે સાંજના સમયે યુવાનને આંતરીને ચાર રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બનતા ચકચાર ફેલાઇ ગઇ હતી. ત્યારે આ બનાવના આરોપીને પકડવા માટે વઢવાણ કસ્બાશેરીમાં પોલીસ દોડી ગઇ હતી. જયા લોકો તલવાર અને લાકડીઓ લઇને પોલીસની સામે આવી જતા પરિસ્થિતિ તંગ બની ગઇ હતી.આથી ટોળાને વિખેરવા માટે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને કશ્બાશેરીમાં પોલીસનાં ધાડા ખડકી દેવામાં આવ્યા હતાં.

માર મારીને ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ

ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ વઢવાણ 80 ફૂટ રોડ પર બે દિવસ પહેલા પોલીસ કર્મચારી અને સૂડવેલ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. બાદમાં આ ઘટનાનો બદલો લેવા માટે  આરોપીઓના ઘરમાં તોડફોડ કરી હોવાની વિગતો શહેરમાં ચર્ચાઇ રહી છે. પરંતુ બંનેમાંથી એકપણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધઆવી ન હતી. દરમિયાન 80 ફુટના રોડ પર બોલેરા કારમાં ઘસી આવેલા શખ્સોએ ઇર્શાદ અહેમદભાઇ સોલંકીને માર મારીને ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. બંને પગમાં છરા ઘૂસી જતા ઇજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઇ જઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડાયા, છ ની ધરપકડ

દરમિયાન વઢવાણ કશ્બાશેરીમાં ડીએસપી દીપકકુમાર મેઘાણીએ જાતે રહીને કોમ્બીંગ હાથ કર્યુ હતુ. જેમાં લોકો હથિયારો સાથે પોલીસને સામે આવી ગયા હતા. આથી ટોળાને વિખેરવા માટે પોલીસે બે રાઉન્ડ ટીયરગેસના સેલ છોડયા હતા. આથી લોકો વિખેરાઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી.
 
(તસવીરો: કેશવ પરમાર, સુરેન્દ્રનગર)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાત્રે પણ કોમ્બીંગ કરાશે....
અન્ય સમાચારો પણ છે...