પ્લાસ્ટિકના ઝબલા અને ચાની પ્યાલીનો ઉપયોગ કરતા વેપારી– સામે લાલ આંખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં દુકાનો પર ઝબલા– અને ચાની લારી– પર બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાએ આ ગંભીરતાના ધ્યાને લઇને શહેરી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં નિયમોનો ભંગ કરીને પ્લાસ્ટીકના ઝબલા અને ચાની પ્યાલીનો જથ્થો જપ્ત કર્યો હતો.
પાલિકાએ શહેરનાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા ઝબલા અને પ્યાલીનો જથ્થો જપ્ત કર્યો
સમગ્ર રાજયમાં બિનઆરોગ્યપ્રદ પ્લાસ્ટીકની થેલી તેમજ પ્લાસ્ટીકની પ્યાલી ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં તેનો અમલ સુરેન્દ્રનગર જિલ્લામાં ન થતો હોવાનો ઘાટ સર્જાયો છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ –ફિસર ગીરીશભાઈ સરૈયાની સૂચનાથી કાર્યવાહી કરાઇ હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેકટર આર.કે.ઝાલા, મેલેરિયા ઇન્સપેકટર વાય.સી.ઝાલા, શોપ ઇન્સ્પેકટર વી.આર.ચૂડાસમા સહિત મેલેરીયા શાખા અને સેનેટરી શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતું.
ક્લેકટર –ફિસથી ટાવર પાસે, ટાંકી ચોક વિસ્તારથી મેઇન રોડ, પોપટપરા, મીલરોડ, મોચી બજાર, ધ્રાંગધ્રાનો ઉદારો, ફાટક બહારના વિસ્તાર, જીનતાનરોડ, 80 ફૂટ રોડ દેશળભગતની વાવ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરતા પ્લાસ્ટીકના ઝબલા અને ચાની પ્યાલીનો ઉપયોગ કરતા વેપારી–માં દોડધામ મચી હતી. આ ચેકિંગમાં આશરે 15 કે.જી. જેવુ પાતળુ પ્લાસ્ટીક તેમજ 50 માઇક્રોનથી પાતળુ અને પ્લાસ્ટીકની ચાની પ્યાલીનો જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત શહેરનાં દરેક વેપારી–ને નિયમ વિરૂદ્ધ ઝબલા તેમજ ચાની પ્યાલી– ન વાપરવાની સૂચના આપી હતી. તેમ છતાં નિયમનુસારનું પાલન ન કરનાર પ્લાસ્ટીકની થેલી, ચાની પ્યાલી વેચતા વેપારી– સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...