તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર: 25668 હે. આગોતરા વાવેતરને વરસાદથી ફાયદો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં મેધરાજ મનમૂકીને વરસતા ખેડૂતો ખેતરમાં પાક વાવણી કાર્યમાં જોતરાઇ ગયા છે. વરસાદની વહેલી એન્ટ્રીથી સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા 25688 હેક્ટર પાકને ફાયદો થશે. જ્યારે મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતા વાવણીનો ધમધમાટ શરૂ થયો છે.
 
ઝાલાવાડમાં આગોતરા  વાવેતરની પરંપરા રહી છે.  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 25688 હેક્ટરમાં આગોતરૂ વાવેતર ખેડૂતોએ કર્યું હતું. ત્યાર કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે મેધરાજાએ વહેલી એન્ટ્રી કરીને ખુશકરી દીધા છે.  હાલ ઝાલાવાડના ખેતરોમાં ખેડૂતો ખેતરમાં વાવેતરના કામમાં જોતરાઇ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, વગેરે પાકનું અગોતરા વાવતેર થયું છે. જ્યારે જિલ્લામાં 1 થી 3 ઇંચ વરસાદ પડતા હજારો હેક્ટરમાં વાવેતર કરેલ પાકને ફાયદો થશે. 
 
આ અંગે ખેડૂત અશોકભાઇ દલવાડી, મહાદેવભાઇ વગેરેએ જણાવ્યું કે જિલ્લામાં હાલ નર્મદાકેનાલમાં પાણીની સગવડતા હોવાથી આગોતરૂ વાવેતર વધ્યું છે. જેમાં વહેલો વરસાદ આવતા ખેતરમાં 80 ટકા બીજ ઉગી નિકળ્યા છે.  જ્યારે અમુક છોડ બે પાંદડેથી ચાર પાંદડે પહોંચી ગયા છે.  આ અંગે ખેતી નિષ્ણાંત વી.એસ.અશ્વારે જણાવ્યું કે ઝાલાવાડમાં ધ્રાંગધ્રા, પાટડી, લખતર અને હળવદ તાલુકામાં આગોતરૂ વાવેતર વધુ થયું છે. આથી આગોતરા વાવેતરનો જુગાર હાલ ખેડૂતો માટે સફળ થયાનું પ્રાથમિક તારણ કરી શકાય છે.
 
બીન પિયત વિસ્તારમાં વાવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો

ચોમાસાની શરૂઆતે જ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થયો છે. ત્યારે ખાસ કરીને જે બિન પિયત વિસ્તાર છે તેવા તાલુકાઓમાં પણ ખેડૂતો વાવણીના કાર્યમાં લાગી ગયા છે.
 
રણની જમીનમાં મગફળીનું સારૂ વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને સૂકા મલકમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં પાટડીમાં મગફળીનું 1940 તથા ધ્રાંગધ્રામાં 1500 તથા મૂળીમાં 280 હેકટરમાં મગફળીનું સારૂ વાવેતર કરવામાં આવ્યુ છે. આથી રણની જમીનમાં મગફળીનું વાવેતર ફાયદા કારક બનશે.
 
નર્મદા કેનાલથી પાણીની સગવડ થતાં આગોતરા વાવેતર વિસ્તારમાં વધારો વાવેતર (હેકટરમાં)
 
વઢવાણ 35
મૂળી 1020
સાયલા 15
ચોટીલા 05
થાનગઢ 10
ચૂડા 250
લીંબડી 30
ધ્રાંગધ્રા 13,300
પાટડી 1,940
લખતર 9,083
અન્ય સમાચારો પણ છે...