તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારા ભાઇનો સામે કેસ ખેંચો, ત્રણ દિમાં 1 કરોડ નહીં આપો તો લાશના ઢગલા કરીશુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાઃ સાયલા કાનપુર ગામની સીમના ફાર્મ હાઉસમાં કાર લઇ આવેલા બે અજાણ્યા બે શખ્સોએ મારા ભાઇ જેલમાં છે. તેનો કેસ પાછો ખેંચવાની તેમજ એક કરોડની ખંડણી કેમ આપતા નથી તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ બાજુમાં રહેલા ધારીયુ અને ધોકા બતાવી વાડી ખાલી કરવાનું કહી ત્યાં રહેલી કારના કાચ ફોડીને કારમાં બેસી નાસી છૂટયા હતા. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને સી.સી.ટી.વી ફુટેજના આધારે શખ્સોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

સાયલા કાનપુર ગામની સીમના રાજકોટના પ્રકાશભાઇ લાલજીભાઇ ભડાણીયા ઉમા ફાર્મ હાઉસ ધરાવે છે. તા.27ના રોજ પ્રકાશભાઇના ભાઇ રતિલાલ, મિત્ર રાજેન્દ્રભાઇ અને જયંતીભાઇ વાડીએ બેઠા હતા.ત્યારે કાળા કલરની સ્કોર્પીઓ લઇ આવેલા બે શખ્સે લોખંડના પાઇપ અને ધોકાથી ગેઇટ ઉપરના કેમેરા તોડી નાંખ્યા હતા. આ શખ્સોએ રસીકભાઇ કયાં છે, તેમ બોલતા હતા.અને એક શખ્સે મારો ભાઇ જેલમાં છે. તેનો કેસ પાછો ખેચવાની તેમજ એક કરોડની ખંડણી કેમ આપતા નથી.

આગળ વાંચો, વેપારીને માર મારી ધમકી આપી
અન્ય સમાચારો પણ છે...