તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીઃ ખાખરાળા પાસે પ્રેમીપંખીડાનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીઃ મૂળી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર પલાસાની યુવતી અને અમદાવાદના યુવાને એક સાથે અપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. જ્યારે યુવક પરીણિત હોવાથી અને તેની પત્નીને ગર્ભ હોવાથી બે જીંદગીએ છત્રછાયા ગુમાવી હતી. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
બે જિંદગીએ છત્રછાયા ગુમાવી : અ’વાદના પરીણિત યુવાનને પલાસાની યુવતી સાથે પ્રેમ થયો હતો

મૂળી તાલુકામાં આપઘાતના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે ખાખરાળા પાસે પ્રેમી પંખીડાઓએ સંગાથે ટ્રેઇન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કરવાની ઘટના સામે આવી છે. આ અંગે મૂળી પોલીસ મથકેથી મળતી માહિતી મુંજબ મૂળી તાલુકાના પલાસા ગામે રહેતા કાળુભાઇ ઘરમશીભાઇ સારલાની 19 વર્ષીય પુત્રી હેતલબેનને મૂળ અમદાવાદના અને હાલ પોતાના મામાના ઘેર રહીને ખેતી કરતા ભાવેશભાઇ રામજીભાઇ કોરડીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના પરિવારને બંન્નેના પ્રેમપ્રકરણની જાણ થતા યુવાનને અમદાવાદ મોકલી દીધો હતો. પરંતુ યુવાન તેની પત્ની સાથે તરણેતરનો મેળો માણવા માટે આવ્યો હતો.

બંન્ને પ્રેમી પંખીડા એક બીજાને મળ્યા હતા. જેમાં કોઇ કારણોસર ગુરૂવારે વહેલી સવારે બંન્નેએ ખાખરાળા રેલ્વે ટ્રેક પર જઇને ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. મૃતક યુવાન પરણીત છે. અને તેની પત્નિ હાલ ગર્ભવતી હોવાનું પણ જાણવા મળતા બે જીવોએ છત્ર છાયા ગુમાવી છે. આ અંગેની જાણ મૂળી પોલીસને કરાતા સ્ટાફના શેલેષભાઇ મહેતા રાજપાલસિંહ, રણજીતસિંહ, રાયસંગભાઇ સહિતનાઓએ ઘટના સ્થળે દોડી જઇ બંન્નેની લાશનો કબજો લઇ પી.એમ માટે મોકલી આપી હતી. જ્યારે અકસ્માતનો ગુનો નોંધી કયા કારણોસર બંન્નેએ આત્મહત્યા કરી સહિતની વધુ તપાસ એસ.ડી.મહેતા ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો