વઢવાણમાં આધુનિક ટેકનોલોજી સજ્જ જુગારધામ ઝડપાયુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણઃ વઢવાણ શહેરમાં જુગાર, વરલીમટકા વગેરે ધમધમી રહ્યાની બૂમરાણો ઉઠી છે. ત્યારે વઢવાણ પોલીસે કસ્બાશેરીમાં મસ્જીદ પાસે રહેણાંક મકાનમાં ચાલતુ આધુનિક ટેકનોલોજીયુક્ત જુગારધામ ઝડપી પાડયુ હતું. આ રહેણાંક જુગારધામમાંથી લેપટોપ, પિરન્ટર, મોબાઇલ, સી.પી.યુ. સહિતનો રૂ. 77,230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સને પકડીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
લેપટોપ, કમ્પ્યૂટર, મોબાઇલ સહિત રૂ. 77,230નો મુદ્દામાલ જપ્ત
વઢવાણ શહેરમાં ધોળીપોળ, મોતીચોક, નવાદરવાજા બહાર, ખાંડીપોળ, શિયાણીની પોળ બહાર વગેરે વિસ્તારોમાં જુગારના પાટલા– ધમધમી રહ્યાની બૂમરાણો શરૂ થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરલી અને જુગારધામો આધુનિક અને સુવિધાવાળા બનતા પકડવા પોલીસ માટે મુશ્કેલરૂપ બની ગયા છે.
વઢવાણ ધોળીપોળ રોડ કસ્બાશેરીમાં મસ્જીદ પાસે બાતમીના આધારે પી.એસ.આઈ. એ.એ. જાડેજા, ગિરીરાજસિંહ, મહેન્દ્રસિંહ વગેરેએ દરોડો પાડ્યો હતો. જેમાં લેપટોપ, પ્રિન્ટર સહિત આધુનિક જુગારધામ ઝડપાયુ હતું. આથી વઢવાણ પોલીસે મકાનમાંથી લેપટોપ, કમ્પ્યૂટર, પ્રિન્ટર, મોબાઇલ, સી.પી.યુ.સહિત જપ્ત કર્યા હતાં. આ દરોડાના સ્થળ પર –નલાઈન મટકાના આંકડા, નોટબુકો, ચબરખી–નાં 14 બંડલો સહિત રૂ. 77,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત વઢવાણ પોલીસે આસીફભાઈ ભીખુભાઈ પઠાણને પકડી પાડીને તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...