જિલ્લા દૂધ સંઘનું ટર્ન ઓવર રૂ. 819 કરોડને પાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંધ સંચાલિત સૂરસાગર ડેરી ની સામાન્ય સભા શનિવારના રોજ યોજાઇ હતી.  આ બેઠકમાં દૂદ સંઘનો વાર્ષિક ટર્ન ઓવર રૂ. 819 કરોડને પાર કર્યાની જાહેરાત કરાઇ હતી. જ્યારે  પશુપાલકોને દૂધના ભાવ રૂ.70 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આથી જિલ્લાની  778 દૂધ મંડળીઓના 1.32 લાખ પશુપાલકોને આર્થિક ફાયદો થશે.

ઝાલાવાડમાં શ્વેત ક્રાંતીનો પાયો સૂરસાગર ડેરીના દૂધ ઉત્પાદકોએ નાંખ્યો છે. સૂરસાગરડેરીમાં 778 દૂધ મંડળીઓ મારફતે દૈનિક સરેરાશ 5.31 લાખ કિલો દૂધનું સંપાદન કરાય છે.  
 
સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધ વાર્ષિક રૂ.819 કરોડના ટર્ન ઓવર સાથે શ્વેતક્રાંતી સર્જી છે. ત્યારે સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંધસંચાલીત સૂરસાગર ડેરી ખાતે સામાન્ય  સભા શનિવારનારોજ મળી હતી.  આ બેઠકમાં સૂરસાગર શેરીનાં ચેરમેન રામભાઈ મેવાડાના અધ્યક્ષ સ્થાને ખેડૂતો, પશુપાલકો, અને દૂધ ઉત્પાદકો અ઼ગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2016-17માં રૂ.70,11,11,111 પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.
 
આ ઉપરાંત ખેડૂતો , પશુપાલકોને દૂધની રકમ સીધી બેંકમાં જમા થયા તે માટે કેશલેશ ટ્રાન્ઝેક્શન માટે પ્રયાસો કરવાની હાકલ કરાઇ હતી.  આથી સુરેન્દ્રનગર જિલ્લાની 778 દૂધ મંડળીઓનાં લાખો પશુપાલકોની આર્થિક સધ્ધર વધશે.
 
અન્ય સમાચારો પણ છે...