તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા પાંજરાપોળમાં 2200 મરઘા રખાતા બર્ડફ્લૂની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા: અમદાવાદ પાસેથી પકડાયેલા 2200 જેટલા મરધાઓને કોઈ પાંજરાપોળ  સ્વીકારતુ ન હતું. આથી ધ્રાંગધ્રા શહેરમાં આવેલી પાંજરાપોળમા રખાયા છે. હાલ આ મરઘાઓનું યોગ્ય ચેકઅપ ન થતા શહેરમાં બર્ડફ્લૂ ફેલાવાની દહેશત ફેલાઈ ગઈ છે. આથી  આ મરધાઓનુ ડોક્ટર પાસે યોગ્ય ચેકઅપ અને શહેરની મધ્યમાંથી અન્ય જગ્યાએ રહેણાંક વિસ્તારમા ન હોય ત્યાં રાખવાની માંગ ઉઠી છે. 
 
મરઘીઓને આસપાસ પાંજરાપોળ દ્વારા સ્વીકારવાની ના પાડી હતી
 
રાજયમાં અમદાવાદમાં થોડા દિવસ પહેલાં બર્ડફ્લૂનો વાયરસ મરઘીઓમાં જોવા મળ્યો હતો. આથી અમદાવાદમાં અનેક મરઘીઓને રહેણાંક વિસ્તારમાથી ઝડપી પાડી તેને શહેરની બહારના વિસ્તારમાં લઈને નાશ કરવામા આવ્યો હતો.  ત્યારે અમદાવાદ બગોદરા હાઈવે પરથી માદા 2200 જેટલા મરધા પકડાયા હતાં. આ મરઘીઓને આસપાસ પાંજરાપોળ દ્વારા સ્વીકારવાની ના પાડી હતી. આથી ધ્રાંગધ્રા પાજરાપોળના જીવદયા પ્રેમીઓએ સંપર્ક કરતા આ માદા 2200 જેટલા મરધાઓને ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં રહેણાંક વિસ્તાર એવા નાની બજારના આવેલ પાંજરાપોળમાં રાખવામાં આવ્યો છે. 
 
2200 મરઘાઓને વેટનરી ડોક્ટર પાસે કોઈ પણ આરોગ્યની ચકાસણી કર્યા 
 
ત્યારે આસપાસના વિસ્તારમા ગંભીર બીમારી ફેલાવાની દહેશત ઉભી થાય છે. આથી  શહેરીજનોની માંગણી ઉઠી છે કે શહેર બર્ડફ્લૂ જેવી ગંભીર બીમારીની ઝપટે ચડી જાય તે પહેલાં પાંજરાપોળના સંચાલકો દ્વારા આ 2200 જેટલા મરધાઓને અન્ય જઞ્યાએ ખસેડી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ આ અંગે કમલેશભાઈ મઢવીએ જણાવ્યું કે પાંજરાપોળમા માદા મરઘાઓને રહેણાંક વિસ્તારમા રાખી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કરેલ છે. ત્યારે નગરપાલીકા અને આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવા જોઈએ. આ 2200 મરઘાઓને વેટનરી ડોક્ટર પાસે કોઈ પણ આરોગ્યની ચકાસણી કર્યા વગર ધ્રાંગધ્રા શહેરની મંધ્યમા રેણાક વિસ્તારમાં આવેલ પાંજરાપોળની જગ્યામાં રાખી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કર્યો છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવી છે....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો