તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લામાં મૃતપશુના નિકાલનું કાર્ય ઠપ, દલિત સમાજ આંદોલનના માર્ગે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણઃ ગુજરાતમાં દલિત સમાજ દ્વારા મૃતપશુઓના નિકાલની કામગીરી બંધ કરવાની હાકલ કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંજરાપોળ સહિતની સંસ્થાઓમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આથી જાહેર આરોગ્યનું નુંકશાનની રજૂઆતો પાંજરાપોળ વહીવટદારો દ્વારા કરાઇ છે. જ્યારે મૃત પશુઓ ઉપાડવામાં ન આવતા રોગચાળાનો ભય ઉભો થયો છે.
દલિત સમાજ દ્વારા મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ન કરવા હાકલની અસર..

ગુજરાતમાં દલિતોપર થતા અત્યાચાર પ્રશ્ને મૃત પશુઓના નિકાલની કામગીરી ન કરવાની ચિમકી અપાઇ છે. ત્યારે તેની અસર ઝાલાવાડમાં શરૂ થઇ છે. ઝાલાવાડમાં વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, હળવદ,થાન, લીંબડી સહિતના તાલુકાઓમાં પાંજરાપોળ આવેલી છે. આ પાંજરાપોળમાં હજારો પશુઓ આશ્રય લઇ રહ્યા છે. જેમાં બીમાર અને લાંબી માંદગી સહિતના કારણોસર દરરોજ અનેક વધુ પશુઓના મોત થાય છે. આ મૃતપશુઓના નિકાલ માટે ભામનો ઇજારો પાંજરાપોળ દ્વારા આપવામાં આવે છે.
મૃત પશુઓથી રોગચાળાનો ભય, આરોગ્યને નુકસાનની પાંજરાપોળની રજૂઆત

વર્તમાન પરિસ્થિતિમાં દલિતો દ્વારા મૃતપશુઓને ઉપાડવાનું કામ બંધ કરવાની હાકલ કરાઇ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની પાંજરાપોળોમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આ અંગે ભામના ઇજારાદારોને વારંવાર જાણ કરવા છતા તેઓ આવતા નથી આથી પાંજરા પોળોમાં મૃતપશુઓનો ખડકલો થયો છે. ત્યારે જાહેર આરોગ્યને નુકશાન થવાની જાણ ઉચ્ચ કક્ષાએ કરવાની પાંજરાપોના સંચાલકો દ્વારા હાથ ધરાઇ છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો