તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો, લખતરમાંથી ડસ્ટબીન પણ ચોરાયાઃ ક્યાંક ડસ્ટબીન તોડી નાખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરઃ લખતર ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબીનો મૂકાયા છે. પરંતુ આ ડસ્ટબીનો જાળવણીના અભાવે રઝળી રહ્યા છે. અમુક સ્થળોએ ડસ્ટબીનોની ચોરીના બનાવો બની ગયા છે. આથી ગ્રામ પંચાયત તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ છે.
પંચાયતના સ્વચ્છતાનાં પ્રયાસને સહકાર આપવાની લોકોની અપીલ

લખતર શહેરનાં પોસ્ટ ઓફિસ પાસેનાં નાળા પર મૂકવામાં આવેલ ડસ્ટબીન કોઈએ તોડીને ઠેકાણે કરી નાંખ્યું છે. જયારે સર જશવંતસિંહજી હાઈસ્કુલ સામેનાં કોમ્પ્લેક્ષ પાસે મૂકેલ ડસ્ટબીનને પણ ઉખેડી નાંખવામાં આવ્યું છે.આ અંગે મનીષભાઈએ જણાવ્યું કે, લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતરની પ્રજાને શહેર સ્વચ્છ રાખવામાં અનુકુળતા રહે તેવા આશયથી ડસ્ટબીન મૂકાયા છે. પરંતુ કેટલાંક તત્વો દ્વારા પંચાયત દ્વારા થતાં સારા કાર્યો નહી જોવાતાં હોય. ગમે તે હોય પણ સારા કામો અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો આવા તત્વોને ખુલ્લાં પાડી શકાય.
અન્ય સમાચારો પણ છે...