તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસાડા ગ્રામપંચાયતમાં ઢોરવાડ : એક સપ્તાહ, બીજી વાર પશુને ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી: દસાડા ગ્રામપંચાયતમાંથી અત્યાર સુધીમાં અગાઉ જુદા જુદા ત્રણ બનાવોમાં 38 ઢોરો ચોરાયાની ઘટનાની શાહી હજી સૂકાઇ નથી. ત્યાં શનિવારે દસાડા ગ્રામપંચાયતના ઢોરવાડામાંથી વધુ 13 અબોલ જીવો ચોરાયા છે. આથી તસ્કરોની ગેંગ ખાખી વર્દીએ ખૂલ્લો પડકાર ફેંક્યો હોય એમ એક જ અઠવાડિયામાં દસાડા ગ્રામપંચાયતના ઢોરવાડાનાં તાળા તોડીને તસ્કરો ફરી અબોલ જીવોને ઉપાડી ગયા હતાં.
દસાડા ગ્રામ પંચાયતના ઢોરવાડામાંથી ફરી વાર 13 પશુ ચોરાવાનો બનાવ બનતા તંત્ર પણ હાંફળુ ફાંફળું થયું

દસાડા ગ્રામપંચાયતનાં ઢોરવાડામાંથી અગાઉ બનેલા એક બનાવમાં 27 ગાયો જ્યારે બીજા બનાવમાં 6 અબોલજીવો અને ગત તા. 5-8-16ના રોજ 5 ગાયો ચોરાયાની ઘટનાની શાહી હજી સૂકાઈ નથી. ત્યાં ગત રાત્રિના દસાડા ગ્રામપંચાયતે ઢોરે પૂરેલો 1 આખલો, 2 વાછરડી અને 10 જેટલી નાની મોટી ગાયોને તસ્કરોની ગેંગ અંધારામાં ઢોરવાડાના તાળા તોડી 13 અબોલ જીવોને ઉઠાવી ગયા છે. આથી જાણે તસ્કરોની ગેંગ ખાખી વર્દીને ખૂલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એમ એક જ અઠવાડીયામાં દસાડા ગ્રામપંચાયતનાં ઢોરવાડામાંથી તસ્કરો તાળા તોડી ખૂલ્લેઆમ અબોલ જીવોની ચોરી કરીને નાસી છૂટવામાં સફળ થયા હતાં. આ બનાવ અંગે દસાડા પંચાયતના સરપંચ અયુબભાઈ ખોખર અને પંચાયતના ઢોર કીપર મહેબુબભાઈ નથુભાઈ સુમરાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી દસાડા પોલીસે તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પી.એસ.આઈ. બી.એસ.ચૌહાન ચલાવી રહ્યાં છે.

આ અંગે દસાડા પોલીસ મથકનાં એ.એસ.આઈ. એમ.જી.રાણાએ જણાવ્યું કે, દસાડા ગ્રામપંચાયતના ઢોરવાડામાંથી ગાયો ચોરાયાના અગાઉના એક બનાવમાં 8 થી 10 દિવસથી ભૂખી અને તરસી ગાયોને જીવદયા પ્રેમીઓએ જ પંચાયતના ઢોરવાડામાંથી છોડી દીધી હોવાનું ખૂલ્યુ હતું. અને છેલ્લે ચોરાયેલી ગાયોનાં કેસની તપાસ ચાલુ છે.
સીધી વાતઃ અયુબ ખોખર, સરપંચ દસાડા ગ્રામપંચાયત

- દસાડા પંચાયતનાં વાડામાંથી વારંવાર અબોલ જીવો ચોરાય છે
ગત વર્ષે બે બનાવમાં 33 ઢોરો ચોરાયા બાદ ગત 5મી તારીખે 5 ગાયો ચોરાયા બાદ શનિવારે વધુ 13 અબોલ જીવો ચોરાયા છે.
- વારંવાર આવી ઘટનાઓ બનાવાનું કારણ ?
આ કેસોમાં કોઇ એક ચોક્કસ તસ્કર ગેંગ સામેલ હોવાનું લાગે છે. વધુમાં દસાડામાં હોમગાર્ડનો રાત્રિ બંદોબસ્ત પણ એક મહિનાથી હટાવી લેવામાં આવ્યો છે.
- પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી ?
આ 15 દિવસમાં બે વખત ઢોરવાડામાંથી ગાયો ચોરાવા છતાં કાર્યવાહી તો દૂર પોલીસ FIR પણ ફાડતી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો