તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત અત્યાચારનો પ્રત્યાઘાત સુરેન્દ્રનગરમાં, મૃત ગાયો સાથે પહોંચ્યા કલેકટર કચેરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર: ઉના તાલુકાના નાના સમઢીયાળા ગામે દલીત પર થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો સુરેન્દ્રનગરમાં પડ્યા હતા. ત્રણ વાહનોમાં મૃત ગાયો સાથે દલિતોએ કલેકટર કચેરીમાં ઘેરાવ કર્યો હતો. શિવસેનાના કાર્યકરોએ ગુજારેલા અત્યાચારના વિરોધમાં ન્યાયની માંગણી સાથે હવેથી મરેલા પશુ ઉપાડવાનું બંધ કરી દેવાનું આહવાન કર્યુ હતુ. કચેરીમાં મૃત પશુ ખડકી દેતા દોડધામ મચી હતી. અંતે સમજાવટ બાદ દલિતોએ પશુ ઉપાડી લેતા મામલો થાળે પડ્યો હતો.

અત્યાચાર ગુજારનાર શિવસેનાના કાર્યકરો પર ભારોભાર રોષ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢીયાળા ગામે ચાર દલિત યુવાનો સીમમાં મૃત પશુનું ચામડુ ઉતારવાનું પૈતૃક કાર્ય કરતા હતા. ત્યારે શિવસેનાના કાર્યકરોએ આવી દલિત યુવાનોને કપડા કઢાવી લોખંડના પાઇપ વડે માર મારી કાર પાછળ બાંધી જાહેમાં સરઘસ કાઢવાનો બનાવ બન્યો હતો. ત્યારે પોલીસ મથક સામે થયેલ આ બનાવમાં પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હોવાથી તાત્કાલીક તેઓને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર શહેરમાં દલિત સમાજે મૃત પશુઓ સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

મૃત પશુઓને ઉપાડવાના કાર્યનો બહિષ્કાર કરશે તેવી ચીમકી

આ આવેદનપત્રમાં દલિત આગેવાનોના જણાવાયા મુજબ કોઇપણ વ્યકિત ગૌરક્ષકના નામે કાયદો હાથમાં ન લે તેવુ જાહેરનામુ બહાર પાડવુ જોઇએ. જયારે 90 ટકા મૃત પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો નીકળે છે આથી પ્લાસ્ટીકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદવો જોઇએ. જો મૃત પશુઓના ચામડુ ઉતારનાર લોકો પર આવા અત્યાચાર થતા રહેશે તો દલિત સમાજ સામૂહિક રીતે મૃત પશુઓને ઉપાડવાના કાર્યનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી મૃત પશુઓ સાથેની રેલીમાં વિશાળ સંખ્યામાં દલિત આગેવાનો ઉમટી પડ્યા હતા. જયારે દલિત આગેવાનો વાહનોમાં લાવેલા મૃત પશુઓનો કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ખડકલો કરતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે ધ્રાંગધ્રા સમસ્ત ગ્રામ્ય તથા શહેરી મૂળ નિવાસી બહુજન સમાજ, ધ્રાંગધ્રા દ્વારા આ બનાવના આરોપીઓ સામે કડક પગલા ભરવા માંગ સાથેનું આવેદનપત્ર અપાયુ હતુ.
આગળની સ્લાઇડમાં વાંચો, કલેકટરે પ્રતિનિધિ મોકલી આવેદન સ્વીકાર્યુ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો