કપાસના વાયદામાં મંદી : કલ્યાણ કપાસ વાયદો 875

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર નગર જિલ્લો કપાસનુ પીઠુ ગણાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કલ્યાણ કપાસના વાયદામાં મંદી આવી છે. જેમાં કલ્યાણ કપાસ 875 રૂપિયા બોલાવા લાઞ્યો છે. ત્યારે વાયદામાં  મંદી આવતા અફડાતફડીનો માહોલ છવાઈ ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામા અનેક જિનિંગ અને સ્પીનીંગ મીલ આવેલી છે. ત્યારે દેશ અને વિદેશમાં કપાસના ક્ષેત્રે  અને વાયદા બજારમાં સુરેન્દ્રનગર જિલ્લાની નામના છે. હાલ કપાસના વાયદામાં એકાએક મંદીનો માહોલ છવાઈ ગયો છે. કલ્યાણ કપાસનો વાયદામાં મંદી આવતા વાયદામાં ત્રીસ રૂપિયા ઘટીને નવસો નીચે પહોંચી ગયો છે. અને ભાવ એક મણના 875 રૂપીયા બોલાવા લાગતા વાયદા બજારમાં અફડાતફડીનો માહોલ છવાઈ ગયો છે.
 
આ અંગે વેપારી જીતેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે સરહદની પરીસ્થિતી ડામાડોળ હોવાથી સટોડિયાઓમાં  કપાસના વાયદામાં વેચાવલી આવી છે. આ દરમિયાન ભાવમા ધટાડો આવતા નવસો નીચે પહોંચી ગયો છે. ત્યારે હાલ બજારમાં મંદીનુ વાતાવરણ જોવા મળી રહયું છે. અને સોદામાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...