તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગપતિઓનાં દેવાં માફ ને ખેડૂતો પર ગોળીબાર, મહિલાઓએ મોદીના છાજીયા લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ શુક્રવારે કલેકટર કચેરી સામે ધરણા કરી સૂત્રોચ્ચાર બાદ કલેકટરને આવેદનપત્ર આપી આ બનાવને વખોડી કાઢ્યો હતો.

મ.પ્રદેશમાં ખેડૂતો પર ગોળીબાર અને રાહુલની ધરપકડના વિરોધ

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં ખેડૂતોએ દેવામાફી માટે આંદોલનો શરૂ કર્યા છે. તેમાં પણ મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. ત્યારે ખેડૂતોના મોતની ઘટનાને માનવતા વિહોણી ગણી સખત શબ્દોમાં કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવી રહી છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી બહાર શુક્રવારે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ચેરમેન ભગીરથસિંહ રાણા, હિંમતલાલ સાપરા, નૌશાદભાઇ સોલંકી, ગિરીરાજસિંહ, રોહીત પટેલ, સહિતનાઓએ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા બાદ અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કરી મધ્યપ્રદેશમાં બનેલ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો.

ખાતર અને ડીઝલ પર ઉંચો વેટ લાદી ખેતીને મોંઘી કરી

આ ઉપરાંત મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા જતા રાહુલ ગાંધીની ધરપકડનો પણ કોંગી કાર્યકરોએ વિરોધ કર્યો. જયારે ભાજપ સરકારે ખેડૂતો અને ગામડાઓને વિકાસથી વંચીત રાખ્યા છે. ખાતર અને ડીઝલ પર ઉંચો વેટ લાદી ખેતીને મોંઘી કરી દીધી છે. પાંચ ખેડૂતોના મોત બાદ પણ ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી હોવાનું જણાવી ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે તેવુ આયોજન કરવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત ઉદ્યોગપતિઓના કરોડોના લેણા માફ કરતી સરકાર ખેડૂતો સાથે અમાનુષી વર્તન રાખતી હોવાનું જણાવ્યુ હતુ.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પ્રતિક ધરણા સમયે પોલીસના ધાડા ઉતર્યા...
અન્ય સમાચારો પણ છે...