તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા હત્યાકેસઃપતિએ પોલીસ સમક્ષ કબલ્યુ હાઇવે પર છરીના ઘા ઝીંક્યા'તા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ ચોટીલા પાસે બળદેવ હોટલ પાસેથી રાજકોટની યુવતી રાધીકાની હત્યા કરી ભાગી છૂટેલા પતિ રવિને પોલીસે રાત્રિના રાજકોટમાં રહેતા તેના ગુરુના ઘરમાંથી દબોચી લીધો હતો. જ્યારે રવિએ પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હતું. એ બાબતે ગુરુવારે રાત્રિના ચોટિલા જતી વેળાએ બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
સુરેન્દ્રનગર પોલીસે રાત્રે બે વાગ્યે રવિને ઝડપી લીધો હતો
ચોટીલા નેશનલ હાઇવે પર બળદેવ હોટલ પાસે રાજકોટમાં રહેતી રાધિકા નામની યુવતીની શુક્રવારે સવારે લોહીથી ખરડાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે રાધિકાની હત્યા કરી ભાગી છૂટેલા તેના પતિ રવિની રાજકોટમાંથી ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને હથિયાર તેમજ રાધિકાનો મોબાઇલ કબજે કર્યા હતા. રાધીકાને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ભાગી છૂટેલો હત્યારો પતિ રવિ કિરીટભાઈ રાજકોટમાં રહેતા તેના ગુરૂ દીપકભાઈનાં ઘરે હોવાની હકિકત મળતા સુરેન્દ્રનગર પોલીસની ટીમે રાત્રે બે વાગ્યે દીપકભાઇના ઘરે છાપો મારી રવિને ઝડપી લીધો હતો.
પત્ની રાધિકાને અન્ય કોઇ સાથે લફરું હતુંઃ આરોપી પતિ
પોલીસના સાણસામાં સપડાઇ ગયેલા રવિએ પ્રથમ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા રવિએ પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. અને સમગ્ર હત્યાકાંડની પોલીસને કડીબધ્ધ વિગતો જણાવી હતી. રવિએ પોલીસ સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, છ માસ પૂર્વે જ પ્રેમલગ્નથી સંસાર માંડનારી પત્ની રાધિકાને અન્ય કોઇ સાથે લફરું હતું. આ બાબતની જાણ થતાં ગુરુવારે રાત્રે ચોટીલા જમવા જતી વેળાએ કારમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ઉગ્ર બોલાચાલી થઇ જતાં ઉશ્કેરાટમાં પાસે રહેલી છરીના ઘા રાધિકાના ગળાના ભાગે ઝીંકી દીધા હતા. ત્યારબાદ રાધિકાને તરફડતી છોડીને પહેલાં વંથલી બાદમાં રાજકોટ કારમાં ફરતો રહ્યો હતો. પોલીસે રવિની કબૂલાત અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

આગળ વાંચો, રવિએ પોલીસેને ગેરમાર્ગે દોર્યા
અન્ય સમાચારો પણ છે...