તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા-લીંબડીમાં દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો..તંગદિલીનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ ઉના તાલુકાના નાના સમઢિયાળા ગામમાં થયેલા દલિતો પરનાં અત્યાચારના ખૂબ જ ગંભીર અને ઘેરા પડઘા ઝાલાવાડમાં પડ્યા હતા. ત્યારે મંગળવારે ચોટીલા અને લીંબડીમાં દલિતોની મહારેલી સુત્રોચ્ચાર સાથે નીકળી હતી. ત્યારબાદ હાઇવે પર મૃત પશુઓ સાથે ચક્કજામ કરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જયારે લીંબડી હાઇવે પણ થોડીવાર માટે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરાયો હતો. જ્યારે હળવદમાં શિવસેના, બજરંગદળ વગેરે સામે સૂત્રોચ્ચારો કરી પથ્થરમારો કરાયો હતો.
ઉના કેસ મુદ્દે દલિત સમાજે લીંબડી-ચોટીલા હાઇવે ચક્કાજામ કર્યા

ચોટીલામાં મંગળવારે મોકાસર, નાની મોલડી, ચાણપા, મોટી મોલડી, ખેરડી સહિત થાન પંથકના દલિતોએ ચોટીલાના મફતિયાપરાથી રેલી કાઢી હતી. આ રેલીમાં બાબુભાઇ ચાવડા, મનુભાઇ સોલંકી, નરેશભાઇ સાગઠિયા, હિતેષભાઇ ચૌહાણ, મનસુખભાઇ બથવાર, કે.કે. રાઠોડ, વિનુભાઇ પરમાર સહિતના દલિતો હાજર રહ્યા હતા. જ્યાં દલિતોને મારવાની ઘટનાને વખોડી કાઢતું આવેદનપત્ર પ્રાંત કચેરીમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીની લોબી અને નેશનલ હાઇવે ઉપર પણ મૃત ગાયો ફેંકવામાં આવતા હાઇવે ચક્કાજામ થયો હતો. આ સમયે પોલીસ મોબાઇલ વાન સહિત અંદાજિત 78 જેટલા કર્મીઓ દ્વારા સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
હળવદ બસ સ્ટેશનમાં પથ્થરમારો કરાયો..

હળવદ તાલુકાના દલિત સમાજના યુવાનોનું ટોળુ રોષે ભરાયુ હતું. જેમાં હળવદ બસ સ્ટેશનમાં પથ્થરમારો ચાલુ કર્યો હતો. પરંતુ દલિત સમાજના આગેવાનોની સમજણથીમામલો શાંત પડતા યુવાનો પરત આવ્યા હતાં.
મામતલતદાર કચેરીમાં મૃત પશુ મૂકી ગયા..

ઉનામાં દલિતો પર થયેલા વર્તન બાદ દલિતોમાં એટલો વિરોધ વ્યાપ્યો હતો કે તે ચોટીલાની મામતલદાર કચેરીમાં મૃત પશુ મૂકીને જતા રહ્યા હતા.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો