ચોટીલાના આઠ જેટલા ગામો માટે આધારરૂપ મોરસલ ડેમ તળીયા ઝાટક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાઃ ચોટીલા તાલુકાના આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારોની ખેતીવાડીની સિંચાઇ માટે આધારરૂપ મોરસલ ડેમ છે. આ ડેમ છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસુ નબળુ જવાથી અપૂરતા વરસાદના કારણે સાવ તળીયા ઝાટક બન્યો છે. આ ચોમાસામાં આ ડેમ છલકાઇ જાય તેવી પ્રાર્થના આ ગામોના ખેડૂતો કરી રહ્યા છે.
12.80 ફૂટ ઉંડાઇ અને 107.00 એમસીએફ પાણીની ક્ષમતા ધરાવે છે: છેલ્લે વર્ષ 2005માં આ ડેમ છલકાયો હતો
ચોટીલા તાલુકાના આઠ ગામડાઓના ખેડૂતો સિંચાઇ પર જેના પર મુખ્ય આધાર રાખે છે. આ મોરસલ ડેમ ગયા વર્ષે ચોટીલામાં અપૂરતા વરસાદના કારણે સાવ ખાલી ખમ્મ રહેતા અત્યારે ડેમના તળીયે કાંકરા દખાય છે. ચોટીલા તાલુકાના નાની મોરસલ, હબીયાસર, અકાળા, હીરાસર, મંગળકૂઇ, નાના કંધાસર, મોટા કાંધાસર, જસાપર જેવા આઠ ગામડા–ના ખેડૂતોની ખેતી મોટા ભાગે મોરસરના ડેમના પાણી ઉપર જ નિર્ભર હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ડેમ સાવ ખાલી છે.

મળતી વિગત મુજબ 2005માં આ ડેમ છલકાયો હતો પરંતુ હવે આ ડેમના પાણી ખેડૂતો માટે ભૂતકાળ બની ગયા છે. મોરસલ ડેમની પાણીની ક્ષમતા 107.00 એમસીએફ છે. 12.80 ફૂટ ઉંડાઇ ધરાવતા આ ડેમમાં અત્યારે તળીયુ દેખાય છે. નાની મોરસલ, નાના કંધાસર, મોટા કંધાસર, જસાપર જેવા ગ્રામ્ય વિસ્તારોના લોકો આ ડેમમાં પાણી હોય ત્યારે ખુબજ આનંદિત હોય છે. હીરાસર, અકાળા, હબીયાસર જેવા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો લીફ્ટ ઇરીગેશન દ્વારા ખેતી માટે પાણી મેળવે છે. હાલ ચોમાસાના કલાકો ગણાઇ રહ્યા છે ત્યારે આ પંથકના ખેડૂતો અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે. કે આ વર્ષે ચોમાસામાં ડેમ ભરપુર ભરાય તો ખેતી સુખેથી કરી શકીએે.
અન્ય સમાચારો પણ છે...