તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ: ‘સ્વુડા’ ઠરાવ પાલિકાએ ફગાવ્યો, કોંગ્રેસની પહેલને ભાજપનું સમર્થન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ: સુરેન્દ્રનગર વઢવાણ જોડીયા શહેર માટે સ્વુડાના પ્રશ્નો લાંબા સમયથી લટકતો રહ્યો છે. ત્યારે વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં સ્વુડા રદ કરવાનો ઠરાવ કરી કોંગ્રેસ બોડીએ રાજકીય સોંગઠી મારી છે. આ ઠરાવ સર્વાનુમત્તે પસાર થઇ જતા હવે મામલો ક્લેકટર અને રાજય સરકારમાં પહોંચ્યો છે. આ સામાન્ય સભામાં 20થી વધુ વિકાસના કામોને મંજૂરીની મહોર લાગી છે.

સ્વુડા રદ્દ કરવાનો એજન્ડા મુકતા રાજકીય ગરમાવો ફેલાયો

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગરને જોડીને શહેરી વિકાસ સત્તા મંડળ (સ્વુડા) બનાવાયું છે. પરંતુ સ્વુડાના અમલી કરણમાં વિલંબ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આથી સ્વુડા રદ્દ કરવા માટે આ દરમ્યાન વઢવાણ નગર પાલિકાની ખાસ સામાન્ય સભા સોમવારના રોજ બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ દવેએ સ્વુડા રદ્દ કરવાનો એજન્ડા મુકતા સર્વાનુમત્તે ઠરાવ પસાર થઇ જતા રાજકીય ગરમાવો ફેલાયો છે.
વિશેષ સામાન્ય સભામાં 20થી વધુ વિકાસના કામોને મંજૂરીની મહોર

વઢવાણ નગરપાલિકાની વિશેષ સોમવારે મળેલી સામાન્ય સભા ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, ઊપપ્રમુખ કનેશ સોલંકીની ઉપસ્થિતિમાં શરૂ થઇ હતી. આ સભામાં 27થી વધુ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બે થી વધુ એજન્ડાઓ પેંન્ડીંગ કે નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત જૂદી જૂદી ગ્રાન્ટો માંથી 20 થી વધુ વિકાસના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં 50થી વધુ કેન્ટ્રાક્ટ બેઇઝ કામદારોને ત્રણ મહિનાથી ન કરાયાની રજૂઆત કરાઇ હતી. આથી કોન્ટ્રાકટરો દ્વારા કેમ પગાર નથી થયો અને બાકી બે મહિના બિલ આપ્યાની તપાસણી કરાઇ હતી.

સભામાં બાંધકામ ચેરમેન-ચીફઓફિસર આમને સામને

વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં અનેક સભ્યોએ રજૂઆતો કરી હતી. જેમાં બાંધકામ ચેરમેન ગજેન્દ્રસિંહ પરમારે, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં વઢવાણ શહેરમાં રસ્તાની ગુંણવત્તા, શૌચાલયોના બાંધકામમાં લોલમલોલ અને પ્રસૃતિ ગૃહની ચડત રકમની માંગ કરી હતી. આથી સામાન્ય સભા આથી સામાન્ય સભામાં ચીફઓફિસર અનેબાંધકામ ચેરમેન આમને સામનેનો ધાટ સર્જાયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, ઠરાવ કાઢી નંખાશે તો કોર્ટમાં ધા નંખાશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો