તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલાઃ કડવા લીમડામાંથી મીઠા પાણીની ઝાર થાય છે!, લોકો ઉમટી પડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાઃ સાત લીબડામાં એક ડાળ મીઠ્ઠી ચોહલા ખંડવાળીના ગરબાની પંકિતને સાર્થક કરતા જુના જશાપર ગામના લીંબડાની એક ડાળથી મધ ઝરી રહયું છે. નવરાત્રીના નજીકના દિવસોમાં કડવું ગણાતું વૃક્ષથી મીઠું પાણી ઝરતા અનેક રહસ્યો અને તર્ક ઉપજાવી રહયા છે. આ બાબતે પયાવરણ પ્રેમીઓ કુદરતી ફેરફાર તેમજ ધાર્મિકજનો ઇશ્વરીય સંકેત માની રહયા છે.
જૂના જશાપરામાં લીમડામાંથી મીઠા પાણીની ઝાર થતાં લોકો તેનો સ્વાદ માણી રહ્યા છે

ખડ, પાણીને ખાખરાની ઓળખ ધરાવનાર ઝાલાવાડમાં વૃક્ષમાં માત્ર જીવ નહિ પરંતુ ઇશ્વરનો અંશાવતાર માનવામાં આવે છે. જેના કારણે ઝાલાવાડમાં વડ વૃક્ષને વડવાળા દેવ તરીકે શ્રધ્ધાનું અને આસ્થાનું સ્થાન પામ્યા છે. સાયલાના જુના જશાપર ગામના મેલડી માતાના મઢની નજીક આવેલા 50 વર્ષ જૂના લીંબડાની ડાળમાંથી ઋષિ પાંચમના દિવસે મીઠા પાણીની ધાર વહેતી થઇ છે. આ બાબતે દેવાભાઇ ગણેશભાઇને જાણ થતા તેમના પરિવારજને હિરાબેન શામજીભાઇ મેમકીયા જાણ કરતા હીરાબેને પાણીનો સ્વાદ લઇને ગ્રામજનોને લીંબડાનું પાણી મીઠુ હોવાની જાણ કરી હતી. આ બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ કુતુહલપૂર્વક લીંબડાની ડાળ અને તેનું પાણીનો સ્વાદ ચાખવામાં આવતા મીઠી વીરડી સમાન લાગ્યુ. અને આજુબાજુના ગામ લોકો પણ લીંબડાના દર્શન કરવા અને કુતુહલપૂર્વક થતી ઘટના જોવા માટે નવા જશાપર, વખતપર, ગોસળ, મદારગઢ, યજ્ઞ નગરના લોકો અને મહિલાઓ ભારે આસ્થા સાથે આવતા જોવા મળી રહયા છે.
ઋષી પાંચમે એક માત્ર ડાળમાં મીઠા પાણી વહેતું હતું

આ બાબતે જેઠાભાઇ ગણેશભાઇ, વજાભાઇ સવજીભાઇ સહિતના અનેક લોકો કુદરતી ચમત્કાર માની રહયા છે. આ બાબતે જાણ થતા અનેક લોકો મોટી સંખ્યામાં લીંબડામાંથી પાણીનું ચરણાઅમૃત લઇ પાવન બની રહયા છે. ઋષી પાંચમે એક માત્ર ડાળમાં મીઠા પાણી વહેતું હતું પરંતુ છેલ્લા પાંચ દિવસથી લીંબડાની ચારથી વધુ ડાળમાં મીઠુ પાણી નિતરવાના કૂતુહલથી લોકોમાં કુદરતના ચમત્કાર માની રહયા છે. અને લીંબડો આસ્થાનું સ્થાન બની રહયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો