ધ્રાંગધ્રા: ઓવરસ્પીડે બે ટ્રક અથડાયા, બાઇકને અડફેટે લઇ ખેતરમાં ઘૂસ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના બાયપાસ પર આવેલી કૂડા ચોકડી પાસે બે ટ્રક રોડની સાઈડમાં ઊભેલા બાઈક ચાલકને હડફેટે લીધો હતો. આથી ખેતરની પાકી દીવાલ તોડી ખેતરમાં ધૂસી ગયા હતા. ત્યારે બાઈક ચાલકને ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે ખસેડવા આવ્યો હતો.

ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક માસમાં આઠમો અકસ્માત

ધ્રાંગધ્રાના ફોરલેન હાઈવે પર આવેલા કૂડા ચોકડી પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે ધ્રાંગધ્રાથી જતા ટ્રક અને હળવદ તરફથી આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અને બન્ને ટ્રક ચાલકોએ ટ્રક પર કાબૂ ગુમાવતા બન્ને ટ્રક રોડની સાઈડમાં ઊભેલા બાઈક ચાલકને હડફેટે લઈ પાસેના ખેતરની પાકી દિવાલ તોડી ખેતરમાં ઘૂસી ગયા હતા. ત્યારે અકસ્માતના સમાચાર મળતા હાઈવે રોડની એલએન્ડટીની ટીમના હેમંતભાઈ દવે, વિજયસિંહ, વિક્રમસિંહ સહિતનાઓ દોડી ગયા હતા. અને આસપાસના લોકોના સહકારથી ઈજાગ્રસ્ત બાઈક ચાલક અને બન્ને ટ્રકના ચાલકોને બહાર કાઢી 108ની મદદથી દવાખાનામાં સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારે અકસ્માતના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઊમટી પડયા હતા. ધ્રાંગધ્રાના બાયપાસ પર એક માસમાં આઠ અકસ્માતના બનાવો બન્યા છે. આથી સર્વિસ રોડ બનાવવા માટે લાંબા સમયથી લોકોની માંગણી ઊઠી છે.
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...