તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુટિંગનું બેસ્ટ ડેસ્ટીનેશન એટલે પાટડીનું રણ, શુટિંગ માટે ‘હરિયાળો’ પ્રદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીઃ ઝાલાવાડનો સુક્કોભઠ્ઠ રણવિસ્તાર એમા કલાકારો હસ્તકલા અને મીઠા ઉધોગ કે વણઝારા માટે જ નહીં પરંતુ એના અતિવિશાળ અને અનન્ય એવા રણ માટે જાણીતો છે. અત્યાર સુધીમાં આ રણમાં અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મોના શુટીંગ થયા છે. આ રણ હાલમાં શુટીંગ માટેનું એક આદર્શ સ્થળ બનવા પામ્યુ છે.
ગુજરાતી ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મોના શુટીંગ થયા કરતા રહે છે

ઝાલાવાડના અંદાજે 5000 ચો કિ.મી વિસ્તારમાં ફેલાયેલા આ ઊજ્જડ અને વેરાન રણની એક માત્ર મુલાકાત જ જીવનના એક લ્હાવા સમાન છે. ગત વર્ષે ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પાટડીના રણ શિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ધુડખર અને વિદેશી નયન રમ્ય પક્ષીઓ સાથેની ગુજરાત કા સરતાજ હે ઇન્ડિયન વાઇલ્ડ એસ , એક ગધા જો સારે ગધે કા નામ રોશન કરેગા ની એડથી રણની ખ્યાતિને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી હતી.
ગુજરાતી ફિલ્મના શુટીંગ રણકાંઠાના વિવિધ લોકેશનો પર થયેલા છે

આ સિવાય રણકાંઠામાં અગરિયાઓના જીવન પર આધારીત સૌ પ્રથમ હિન્દી ફિલ્મ ધ વ્હાઇટ લેન્ડ ફિલ્મ જેમાં લગાન ફેઇમ ગ્રેસીસિંહ સહિતના ખ્યાતનામ કલાકારો સાથેના કાફલાનું આખી ફિલ્મનું શુટીંગ ખારાધોઢા હિંમતપુરા, ગામમાં થયુ હતુ. આ સિવાય અમીતાભ અને દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ નું શુટીંગ માલવણ હાઇવે પર તથા ઇરફાનખાન, રીશીકપુર, અને ઇમરાનખાન સહિતના કલાકારોની બીગ બજેટ ફિલ્મનું શુટીંગ ઝીંઝુવાડા, દસાડા, સહિત રણકાંઠાના વિવિધ લોકેશન પર થયેલુ છે. સાથે સાથે જલારામ બાપાના જીવન પર આધારીત સૌ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મથી લઇ અનેક ગુજરાતી ફિલ્મના શુટીંગ રણકાંઠાના વિવિધ લોકેશનો પર થયેલા છે.
રણમાં અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવાઇ
સને 1982-83માં અરવિંદ આચાર્ય અને ઇસરો ના જ્યોતિ રાવલે રણમાં મીઠુ અને અગરિયાઓના જીવન પર આધારિત ઉડતા પંખીડા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મનું શુટીંગ કર્યુ હતુ. ત્યાર બાદ દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ પણ અગરિયાઓના જીવનપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. સૌમિત્રા ભટ્ટાચાર્યએ કબુતર , કૂતરો અને સાપ પર જ્યારે દક્ષિણ બજરંગીએ અર્થ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો