તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીઃ વાંસ બનાવવાની હસ્તકલા માત્ર પાંચ પરિવારના હાથમાં...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીઃ કલાકારોની આંગળીમાં, આંખોમાં અને ટેરવામાં તેજ સમાયેલુ હોય છે. ત્યારે આજના મોંઘવારીના જમાનામાં વાંસનો ભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. તેની સામે આજે પ્લાસ્ટીક યુગમાં હસ્તકલાની વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે. ત્યારે ધીમે ધીમે લૂપ્ત થઇ રહેલી ટોપલા બનાવવાની અનોખી હસ્તકલાને જીવંત રાખવા પાટડીના વાંઝા પરિવારના કેટલાંક સભ્યો આજેય મથી રહ્યા છે.
પાટડીના કલાડા બજાર પાસે રહેતા વાંઝા પરિવાર દ્વારા વાંસની બેનમૂન આઇટમ બનાવે છે

પાટડી કલાડા દરવાજા બહાર અંબેમાના મંદિર પાસે વાંઝા પરિવારના પાંચથી સાત જેટલા ઘરો આવેલા છે. તેઓ વર્ષોથી ટોપલા બનાવવાનું કામ કરતા હોવાથી એમને વાંસફોડ વાંઝા કહેવામાં આવે છે. આખો દિવસ વાંસમાંથી ટોપલા, ટોપલી અને કાલા-કપાસની સિઝન આવે ત્યારે મોટા ટોપલા બનાવવાના કામમાં આ લોકો વ્યસ્ત હોય છે. મોંઘવારીભર્યા યુગમાં વાંસનો ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. કારીગરોએ જાત રેડીને બનાવેલી વસ્તુઓને કોઇ ખરીદનાર નહીં મળે તો હળવે હળવે આ હસ્તકળા લૂપ્ત થઇ જશે.

પાટડીના વાંઝા પરિવારો જણાવે છે કે, પહેલા સરકાર તરફથી નક્કી કરેલા ભાવથી વાંસ મળતો હતો. પરંતુ આજે વેપારીઓ પાસેથી વાંસ ખરીદવાનો હોય છે તે મોંઘો હોય છે. આથી અમે વાંસમાંથી જે વસ્તુઓ બનાવીએ છીએ મોંઘી હોય છે. જેથી ગ્રાહકો ખરીદતા નથી. જેના લીધે આજે પરિવારોને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો