તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહો આશ્ચર્યમ્ ! બે માથા સાથે બાળક જન્મતા કૂતૂહલ સર્જાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદઃ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે પરણીતાને પેટમાં ડિલવરીનું દર્દ થતાં 108ને ફોન કર્યો હતો. પરંતુ 108 પહોંચે તે પહેલા પરિણીતાને ડિલીવરી થતા બાળકનો જન્મ થયો હતો. પરંતુ બાળકને બે માથાઓ હોવાથી 108ની મદદથી ધ્રાંગધ્રા બાળરોગના ડોકટરને ત્યાં લાવવામાં આવ્યુ હતું. જેમાં આ બાળકને બે માથા અલગ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે મોકલી આપ્યુ હતું.
હળવદ તાલુકાના ચાડધ્રામાં બે માથાવાળા બાળકનો જન્મ
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા 27 વર્ષના પરિણીતા હીરાબેન જયંતિભાઈ રાણાવડીયાને બે સંતાન છે. જ્યારે ત્રીજા સંતાન માટે તેઓએ ડિલવરી પર હતાં. ત્યારે બુધવારે રાત્રે એકાએક પેટમાં ડિલવરીનું દર્દ થતા હળવદ 108ને ફોન કર્યો હતો. જેમાં પાયલોટ રસુલભાઈ, હરેશભાઇ ચાડધ્રા ગામે દોડી ગયા હતાં. કુદરતી રીતે 108 પહોંચે તે પહેલા જ હિરાબેનને ડિલવરી થતા બાળકનો જન્મ થયો હતો. પરંતુ આ બાળક બે માથાવાળુ હોવાથી 108ની ટીમે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યુ હતું.
બાળકને 108 દ્વારા અમદાવાદ સિવિલમાં ઓપરેશન માટે મોકલાયુ
ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી બાળકને ધ્રાંગધાના બાળરોગના ડોકટરને મોકલી આપ્યુ હતું. પરંતુ બાળકને બે માથાઓ અલગ કરવા ઓપરેશન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યુ હતું. હાલ બાળકની તબિયત પણ સુધારા પર છે તેમ ડોકટરે જણાવ્યું હતું. આ અંગે હળવદ સરકારી હોસ્પિટલનાં ડોકટર અશ્વિનભાઈ આદ્રોજાએ જણાવ્યું કે, આવા કેસો 1 હજારથી લાખમાં બનતા હશે. આને મેન્સોમાયલોશિલ નામના લક્ષણો કહેવાય છે. બાળકને અમદાવાદ ડોકટરની ટીમ દ્વારા ઓપરેશન માટે મોકલી આપી છે.
આ અંગે હળવદ સરકારી હોસ્પિટલનાં ડોકટર અશ્વિનભાઈ આદ્રોજાએ જણાવ્યું કે, આવા કેસો 1 હજારથી લાખમાં બનતા હશે. આને મેન્સોમાયલોશિલ નામના લક્ષણો કહેવાય છે.
તસવીરોઃ કિશોર પરમાર, હળવદ
વધુ તસવીરો જૂઓ આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો