તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાના આરોપી પુત્રએ જેલમાંથી જામીન માટે મૃતક પિતાને 15 વર્ષે ફરી ‘માર્યા’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની સબ જેલમાં હત્યાના ગુના સબબ સજા ભોગવતા થાનગઢના અભેપર ગામના વ્યકિતએ પોતાના પિતાનું અવસાન થયું હોવાથી અંતિમવીધી તેમજ પરિવારજનો માટે નાણાની વ્યવસ્થા કરવા જામીન અરજી કરી હતી. ત્યારે તપાસ દરમિયાન આરોપીના પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયું હોવાનું ખૂલતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતુ. આથી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે આરોપી, તેના મોટાભાઇ અને ગામના સરપંચ સામે ગુનો દાખલ કરાયો છે.
મોટા ભાઇએ એફિડેવીટ કરી અને સરપંચે મૃત્યુનો ખોટો દાખલો આપતા તેમની સામે પણ કાર્યવાહી

જેલમાં સજા ભોગવતા આરોપીને વિવિધ સામાજીક કારણોસર કોર્ટ દ્વારા જામીન અપાય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ખોટા પુરાવા રજૂ કરીને આરોપીઓ જામીન માંગતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરની સબ જેલમાં હત્યાના ગુના સજા ભોગવતા આરોપીએ જામીન અરજીની તપાસમાં આરોપીના પિતાનું મોત 15 વર્ષ પહેલા થયું હોવાનું ખૂલતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યુ હતુ. આ ચકચારી બનાવ અંગે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ થાનના અભેપર ગામે રહેતા ચંદુભાઇ નરશીભાઇ મીઠાપરા હત્યાના ગુનામાં સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવતા હતા.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો