તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદેશથી લાવી વાવેલો ગાંડો બાવળ આપણી પેદાશ નથી : રૂપાલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાઈલ તસવીર

 

સુરેન્દ્રનગર:  ભારતમાં વિદેશથી આયાત કરીને વાવેલો ગાંડો બાવળ એ આપણા દેશની પેદાશ નથી. જયાં જાય ત્યાં નડતા આ બાવળને દેશની સત્તા સોંપાય ω તેવો સણસણતો સવાલ રૂપાલાએ સુરેન્દ્રનગર ખાતે કર્યો હતો. આટલુ જ નહી પરંતુ અસલ કોંગ્રેસી મીજાજનો નકટો આ બાવળ કાપો તેમ મોટો થતો હોવાનું કહી નામ લીધા વગર સોનીયા ગાંધીને નિશાન બનાવ્યા હતા. સુરેન્દ્રનગરના મેગામોલ ખાતે ભાજપની જાહેરસભા સાથે કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જેમાં ખાસ ઉપસ્થિત સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા પોતાની આગવી માર્મીક શૈલીમાં આકરા પાણીએ જણાયા હતા. 1995માં ગુજરાતનું બજેટ 10 હજાર કરોડ હતુ. પરંતુ આ વખતે રાજયનું બજેટ રૂપિયા 141 લાખ કરોડ છે. બજેટનું પાકેલુ આ મધ લાંબી જીભે ચાટવા માટે કોંગ્રેસ ઉતાવળી બની રહી છે. આટલુ જ નહી પરંતુ 20 – 22 વર્ષથી સત્તા વગરના ઉપવાસ છે. આથી કોંગ્રેસ સત્તાના પારણા કરવા ઉતાવળી બની હોવાનું કહી કોંગ્રેસે કરેલા પાપ ધોવાનું કામ મોદી કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ.

 

વર્તમાન ધારાસભ્ય વર્ષાબેને કહ્યું : કમળને મત આપશો તો પાપ લાગશે 


 કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર શહેરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા યોજાઇ હતી. જેમાં વકતવ્ય આપતા વઢવાણ બેઠકના વર્તમાન ધારાસભ્ય વર્ષાબેન દોશીની જીભ લપસી હતી. તેઓએ કમળને મત આપશો તો પાપ લાગશે બોલીને ભાંગરો વાટ્યો હતો.
 

અન્ય સમાચારો પણ છે...