ઉજવણી / સુરેન્દ્રનગરના મૂળીમાં રંગોત્સવઃ ભકિતના રંગે રંગાયા હજારો ભક્તો

મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વંસતપંચમીની ઉજવણી કરવામાં આવી
મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વંસતપંચમીની ઉજવણી કરવામાં આવી
X
મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વંસતપંચમીની ઉજવણી કરવામાં આવીમૂળી સ્વામિનારાયણ મંદિરમાં વંસતપંચમીની ઉજવણી કરવામાં આવી

 • 197 વર્ષ જૂની વસંતપંચમીની ઉજવણીની પરંપરા

Divyabhaskar.com

Feb 11, 2019, 07:57 AM IST

સુરેન્દ્રનગર: મૂળીમાં 197 વર્ષ લહેલા બ્રાહ્માનંદ સ્વામી અને આદિ સંતો દ્વારા જાતે મહેનત કરી મંદિરનું નિર્માણ કર્યુ હોવાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનોખુ સ્થાન ધરાવે છે. ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 196 વર્ષથી વંસતપંચમીની ઉજવણી કરવામાં આવે છે.જેમાં બ્રહ્માનંદ સ્વામીનાં જન્મદિવસ તેમજ શિક્ષાપત્રી દિવસની ઉજવણીના ભાગરૂપે વંસતપંચમી ઊજવાય છે.

1. પાઇપમાં વાલ્વ ગોઠવી બે રંગ દ્વારા ભક્તોને રંગવામાં આવે છે

વર્ષો પહેલા જ્યારે ઉત્સવની શરૂઆત કરાઇ ત્યારે મહારાજ દ્વારા લોટા દ્વારા ટ્રેકટરની ટ્રોલી પરથી રંગ ઉડાવવામાં આવતો હતો. પરંતુ સમય વિતતા હાલ આધુનિકતાએ સ્થાન લેતા હાલ આ રંગ મંદિરની જમણી સાઇડ મોટા બેરલો રંગથી ભરી મોટર દ્વારા પાઇપમાં વાલ્વ ગોઠવી બે રંગ દ્વારા ભક્તોને રંગવામાં આવે છે.જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો હરિભક્તો ઉપસ્થિતિ રહી રંગેચંગે ઉજવણી કરાય છે.

10 ફેબ્રુઆરીને રવિવારે મૂળી મંદિરમાં લાલજીમહારાજ અને વજેન્દ્રપ્રસાદજીની હાજરીમાં મહંત સ્વામી શ્યામસુંદરદાસજી સ્વામીનાં માર્ગદર્શન નીચે ઉજવણી કરાઇ હતી જેમાંથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

2.  વસંતમહોત્સવમાં મહાભોજ
 •  2 હજાર લિટર પીળો અને ગુલાબી રંગ 
 •  30 હજાર  હરિભક્તો ઉપસ્થિતિ રહ્યા
 •  169 પાટોત્સવ ઊજવાયો
 •  25 હજાર  હજાર રોટલા
 •  30 મણ ખીચડી
 •  30 મણ રીંગણા
 •  3 હજાર લિટર છાશ
 •  5 હજાર લિટર કઢી
 •  500  કિલો રોટલી
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી