તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 12 કિ.મી.ની ઝડપે પવન...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં 12 કિ.મી.ની ઝડપે પવન...

આ અંગે સુરેન્દ્રનગર હવામાન વિભાગના નીલેશભાઇ પરમારના જણાવાયા મુજબ હજુ બે દિવસ પવન સાથે વરસાદી છાંટા પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સામાન્ય દિવસોમાં જ્યારે પવનની ગતી 3 થી 4 કિ.મી. પ્રતિ કલાક હોય છે ત્યારે મંગળવારે પવનની ગતી 12 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી.

પાટડી : મંગળવારે બપોરે રણકાંઠાના છેવાડે આવેલા આદરીયાણા, ધામા, ફત્તેપુર, સુરેલ, વિસનગર અને રોઝવા સહિતના ગામડાઓમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. અને અંદાજે અડધો કલાકના વરસાદમાં ગામ સોસરા પાણી નિકળી ગયા હતા. આ અંગે આદરીયાણાના ભીમાભાઇએ જણાવ્યું કે, આ કમોસમી વરસાદથી કપાસ અને જીરાના પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરી રહ્યાં છે. જેમાં આંધી સાથે જોરદાર વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઊડતા મીઠાના પાટામાં વ્યાપક નુકસાનની ભીતિ સર્જાતા અગરિયા સમુદાયમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. રણમાં વરસાદી ઝાપટું પડતા અગરિયાઓનો જીવ પડીકે બંધાયો હતો. આ લખાય છે ત્યારે રણકાંઠામાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગોરંભાયેલું છે.

હળવદ : હળવદના રણકાંઠાના ટીકર ગામે મીની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના પગલે હળવદ પંથકમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું. આ અંગે ઘનશ્યામભાઈ પરમાર સહિતના ખેડૂતોએ જણાવ્યું કે, હાલ મહા મહિનામાં માવઠુ થતા પાકના વાવેતર નિષ્ફળ જવાની દહેશત છે.

મૂળી : મૂળીમાં ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખેડુતો મુંઝવણ અનુભવી જ રહ્યા છે ત્યારે પિયત વાળા ખેતરોમાં હાલમાં મૂળી તાલુકામાં ખેડુતો રવિપાકમાં જીરૂ, એરંડા, રાઇડો, જુવાર સહિતનાં પાક મહામહેનતે ખેડુતોએ ઉગાડ્યો છે. મંગળવારે ભારે પવન અને વંટોળ સાથે ખંપાળીયા, સરા સહિતનાં ગામોમાં છાંટા વરસતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં ભારે પવન સાથે વાદળ છાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદના છાંટા પડતા શીયાળુ પાકને નુકસાન થવાનો ભય સતાવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. અને રણ વિસ્તારમાં મીઠાના અગરને પણ નુકસાન થશે.

આ અંગે ઘનશ્યાભાઈ પટેલ અને હકાભાઈ દલવાડીએ જણાવ્યું કે શિયાળુ પાક ઉપર આવી ગયો છે. આ અંગે કૃષિ નિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે, વરસાદી વાતાવરણ અને પવનને લઈને પાક ઉપર આવી ગયેલા ઈસબગુલ, જીરૂ, વરીયાળીના પાકને ભારે નુકશાન થાય છે.

લીંબડી : લીંબડી અને ચૂડામાં 25 ફેબ્રુઆરી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો રાત્રે અનેક ગામોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા.જ્યારે બીજા દિવસે 26 ફેબ્રુઆરીએ પણ સવારથી વાદળ છાયું વાતાવરણ રહેતા કમોસમી માવઠાની ભીતિ વચ્ચે લીંબડી-ચૂડા બંને પંથકમાં રવીપાકનું વાવેતર કરેલા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

કાર્બોસેલના ખોદકામમાં ધસી...

રહ્યું છે. સોમવારે મોડી રાત્રે ગુગલીયાણા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારના ખાડામાં 4 મજૂરો દ્વારા આડું ખોદકામ કરતા સમયે પોલાણને કારણે ઉપરથી ભેખડ ધસી પડતાં 4 મજૂરો દટાઇ જતા દોડધામ મચી હતી. અને ભેખડ દુર કરી મજૂરોને બહાર કાઢતા 2 મજૂરોના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે 2 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આથી ખાણ માફીયાઓએ તાત્કાલિક મૃતક મજૂરોના પરિવારોને બોલાવી રૂપિયા આપી રાતોરાત વતન ગોધરા બાજુ હોય ત્યાં મોકલી દઇ સમગ્ર મામલો દબાવી દીધો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેમજ ઇજાગ્રસ્ત મજૂરોને પણ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હોવાનું આધારભુત સુત્રો જણાવી રહ્યાં છે.

વઢવાણ પાલિકાનું 2019-20નું...

વી.વી.રાવળ, બંકિમભાઈ જે.શાહ, મહાવીરસિંહ જાડેજા, પાલિકા ચેરમેનો તેમજ સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

પાલિકાના 36 સભ્યોમાં 24 હાજર તેમજ બે લોકોએ રજા રિપોર્ટ મૂકતા ગેરહાજર હોવાના ધ્યાને આવ્યું હતું. આ 2019-20ના વર્ષનું બજેટમાં રૂ. 93,67,57,000ની ઉપજ સાથે રૂ. 91,19,75,000નો ખર્ચ દેખાડાયો હતો. અને રૂ. 2.48,22,000ની પુરાંતવાળુ બજેટને સર્વાનુમત્તે મંજૂર કરાયું હતું. પરિણામે આગામી સમયમાં વઢવાણ શહેરમાં રૂ. 37,75,00,000ના ખર્ચે જુદા જુદા 34 જેટલા વિકાસનો કામો થશે.

પાના નં.1નું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો