તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર લોકસભાના અપક્ષ ઉમેદવાર સામે વોરંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | સુરેન્દ્રનગર લોકસભાનાં અપક્ષ ઉમેદવાર લખતર તાલુકાનાં વડેખણ ગામનાં કમાભાઈ પેથાભાઈ સામે વાંકાનેરની જોશી સાહેબની કોર્ટમાંથી પકડ વોરંટ નીકળ્યાંની માહિતી મળે છે. આ અંગેની મળતી વિગત મુજબ સી.સી./1509/15 એટલે કે 2015માં આપેલ ચેક રિટર્ન થયેલ હોઈ લખતર તાલુકાના વડેખણ ગામના કમાભાઈ પેથાભાઈ સામે નેગોસીએબલ એકટ 138 મુજબ વોરંટ નંબર 93/19 તા.6/4/19નાં રોજ લખતર પોલીસને રજી.એ.ડીથી મોકલાયું છે. આ બાબતે અપક્ષ ઉમેદવાર કમાભાઇ પેથાભાઇએ જણાવ્યુ કે, પાંચેક વરસ પહેલાં આવો બનાવ બનેલ પરંતુ તેનો નિકાલ થઈ ગયો હોવાનું મારી જાણમાં છે. પકડ વોરંટની મને ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...