વાંકાનેરથી જાન આવી પણ ‘કન્યા’ સગીર હોવાથી લીલા તોરણે પાછી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરમાં મંગળવારે સવારે વાંકાનેર તાલુકાના તરખીયા ગામેથી જાન આવી હતી. આ લગ્નમાં દિકરીની ઉંમર 17 વર્ષની જ હોવાની માહિતી સમાજ સુરક્ષા વિભાગે બન્ને પક્ષના મા-બાપને સમજાવી કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરમાં રહેતા પરિવારની પુત્રીનો સબંધ વાંકાનેર તાલુકાના તરખીયા ગામે કર્યો હતો. તા. 14 મેના રોજ સવારે વાંકાનેરથી વાજતે ગાજતે જાન પરણવા આવી હતી. ત્યારે આ લગ્નમાં દિકરીની ઉંમર 18 વર્ષની ન હોવાની જાણ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગને થઇ હતી. આથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળ લગ્ન પ્રતિરોધક અધિકારી જે.એન.મકવાણા, બાળ સુરક્ષા એકમના અજયભાઇ મોટકા સહિતનાઓ લગ્નસ્થળે પહોંચી માતા-પિતા પાસેથી દિકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા લેખીત બાહેધરી લેવાઇ હતી.

બાળલગ્નના કાયદાની જોગવાઇ
સરકારે બાળલગ્નના કાયદાને કડક બનાવી દીધો છે. બાળલગ્ન કરતા માતા-પિતા, ગોર મહારાજ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ થાય અને કોર્ટમાં કેસ ચાલે તો ર વર્ષની સજા અને રૂપિયા 1 લાખના દંડની જોગવાઇ પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...