તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ટ્રાફિક જવાનોનો દારૂના ગીત પર નાચતા હોવાનો વીડિયો વાઇરલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇના જન્મદિવસની ઉજવણી ટ્રાફિક બ્રીગેડના જવાનો દ્વારા કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસ ચોકીની બહાર જ બ્રીગેડના કર્મચારીઓ મધરો દારૂડો મહેકે છે ના ગીત પર મન મુકીને નાચતો ટીકટોકનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વી.પી.સોલંકીનો તાજેતરમા જન્મદિવસ હતો. ત્યારે પીએસઆઇના જન્મદિવસની ઉજવણીમાં ટ્રાફિક ચોકીની બહાર રસ્તા પર ટ્રાફિક બ્રીગેડના જવાનો નાચતા હોવાનો અને તેમાં બેકગ્રાઉન્ડમાં મારે નહોતો પીવોને મને પાયો રે મધરો દારૂડો મહેકે છે… તે ગીત સાથેનો ટીકટોકનો વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થયો છે. જેને લઇને શહેરમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ દ્વારા કડક દારૂબંધીનો અમલ કરાવવામાં આવી રહ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પીએસઆઇના જન્મદિવસની ઉજવણીમાં બ્રીગેડના જવાનો જ દારૂના ગીત પર નાચી રહ્યા છે. ટ્રાફિક પીએસઆઇ વી.પી.સોલંકીએ જણાવ્યુ કે, મારો જન્મ દિવસ હતો. સ્ટાફની ઇચ્છાથી કેક કાપીને ઉજવણી કરી હતી.

બ્રીગેડના જવાનોએ ડાન્સ કર્યો હતો. પરંતુ દારૂ જેવા શબ્દોના ગીત પર ડાન્સ નથી કર્યો. કોઇએ વીડીયોને એડિટ કરીને ટીકટોક પર મુકયો હોય તેવુ બની શકે. બાકી પોલીસને તેની મર્યાદાની ખબર તો હોય જ ને.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો