તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનાએ ઇંટનો જવાબ પથ્થરથી આપતાં ઝાલાવાડમાં વિજયોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુલવામા આતંકીઓના હુમલાઓમાં સેનાના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. ત્યારે ભારતીય સેનાએ પણ ઇંટનો જવાબ પથ્થરથી આપતા મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનમાં આતંકીઓના રહેઠાણો પર બોમ્બમારો કરી અનેક આતંકીઓનો સફાયો કરી નાંખતા ઝાલાવાડમાં સેનાના આ કાર્યને બિરદાવતા ઠેર ઠેર ફટકાડા ફોડી ઉજવણી કરાઈ હતી.

કાશ્મીરમાં સેના પર થયેલા હુમલાને કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અને સરકાર પાસે શહીદોની શહાદત એળે ન જાય તેવો પાકિસ્તાનને પાઠ ભણાવવા લોકની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આવેલા આતંકીઓના અડ્ડાઓ પર બોમ્બમારો કરી ધ્વસ્ત કરી દેવાયા હતા. સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકને વધાવતા ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વરાજ ગૃપના કાર્યકરો દ્વારા ફટકાડા ફોડી સેનાના વિજયની ઉજવણી કરાઈ હતી. તેમજ વીએચપીના પ્રમુખ જયેશભાઇ શુક્લ, પ્રવિણસિંહ ઝાલા, કશ્યપભાઇ શુક્લ, શંકરભાઇ બાવળીયા સહિતનાઓ જોડાયા હતા અને ભારતીય સેના જીન્દાબાદના સુત્રોચ્ચાર કરી સેનાના જવાનોની કામગીરીને બીરદાવી હતી. તેમજ દૂધરેજ રોડ પર આવેલી બાપા સીતારામની મઢુલીએ પણ યુવાનોએ ફટાકડા ફોડી લોકોને મોં મીઠુ કરાવી એર સ્ટ્રાઇકની ઉજવણી કરી હતી. હળવદ શિશુમંદિરે પણ વિજય ઉત્સવ મનાવ્યો હતો. જેમાં શાળાના વિધાર્થીઓ દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલી જંગી લશ્કરી કાર્યવાહીને બિરદાવવામાં આવી હતી. અને ફટાકડા ફોડી, ઢોલ નગારા વગાડી ભારત માતા કી જય, વંદે માતરમ, વીર જવાનો આગે બઢો હમ સબ આપ કે સાથ હૈ… ના ગગનભેદી નારા સાથે વિજયોત્સવના વધામણા કર્યાં હતા.

ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં યુવાનોએ વિજયોત્સવ મનાવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો