તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણની દીકરીઓમાં શિક્ષણની જ્યોત જગાવનાર સ્વ.મોંઘીબહેનની પ્રતિમા મૂકાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર જીવન સમાજની બાળાઓનાં શિક્ષણ માટે અર્પણ કરનાર તેમજ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડથી સન્માનિત અને શિક્ષણના શિલ્પી એવા સ્વ.મોંઘીબહેનનું થોડા દિવસો પહેલા મોત થયું હતું. ત્યારે 23 ફેબ્રુઆરીને શનિવારે સ્વ. મોંઘીબહેનની પ્રતિમાનું મૂળચંદ રોડ પર આવેલી તેમની જ છાત્રાલયમાં અનાવરણ વિધિ કરાયું હતું.

વઢવાણ-મૂળચંદ રોડ પર મહિલા સોશિયલ વેલ્ફેર એસોશીએશન વઢવાણના પ્રમુખ મોંઘીબેન દ્વારા સંચાલિત સ્વ. અરૂણાબેન સનતભાઈ આદર્શ કન્યા છાત્રાલયની સ્થાપના કરાઈ હતી. ત્યારે દરેક સમાજની ગરીબ દિકરીઓ માટે 12 વર્ષ પહેલા શરૂ થયેલા છાત્રાલયનું ઉદ્દઘાટન મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ છાત્રાલયમાં હાલમાં પણ 100થી વધુ દિકરીઓ અભ્યાસ કરી રહી છે. પરંતુ થોડા દિવસો પહેલા મોંઘીબેન મકવાણાનું બિમારીના કારણે મોત થયુ હતુ. ત્યારે વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા મોંઘીબેન કન્યા શિક્ષણ સંકુલમાં મોંઘીબેનના પ્રતિમાના અનાવરણ સમારોહ તા. 23 ફેબ્રુઆરીને શનિવારે સાંસદ અહમદભાઇ પટેલના હસ્તે પ્રતિમા અનાવરણ અને ભોજનાલયની, કોમ્પયુટર હોલ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ઋતિકભાઈ મકવાણા, રાજુભાઈ પરમાર, બી.કે.પરમાર, મુકેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વઢવાણ મોંઘીબેન કન્યા શિક્ષણ સંકુલમાં મોંઘીબેનના પ્રતિમાના અનાવરણ સમારોહ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો