તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનડાસરમાં દારૂ કેસમાં 2 શખ્સોને 2 વર્ષની સજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

થાનના મનડાસર ગામે પોલીસે રેડ કરીને બે શખ્સોને વિદેશી દારૂ અને કાર સહિત રૂપિયા 90,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ તાજેતરમાં થાન કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્ને શખ્સોને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

થાન પોલીસને 15-7-2010એ બાતમી મળી હતી કે, મનડાસરથી લુણસર ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર જવાની છે. આથી મનડાસર ગામના પાદરમાં વોચ રખાઇ હતી. જેમાં આવતી કારને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 83 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, મોબાઇલ અને કાર સહિત રૂપિયા 90,400ના મુદ્દામાલ સાથે વાંકાનેરના નવાપુરના રમેશભાઇ ડાભી અને સુરેશભાઇ કાળુભાઇને ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ થાન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.એન.બ્રહ્મભટ્ટની દલીલો, 6 મૌખીક પુરાવા અને 3 દસ્તાવેજી પુરાવાના આધારે થાન જ્યુડિશીયલ ફર્સ્ટ કલાસ જજ જી.એસ.દરજીએ ચૂકાદો આપ્યો હતો. જેમાં દારૂ દૂષણરૂપ હોવાનું અને તેનાથી સમાજની અધોગતી થઇ રહી હોવાનું કહી બન્ને આરોપી રમેશભાઇ ડાભી અને સુરેશભાઇ કાળુભાઇને બે વર્ષની સજા અને રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 90 દિવસની સજાનો પણ હૂકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો