તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી શહેરના સૈયદ મહોલ્લા, ઉટડી પુલ પાસે તસ્કરીના બે પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શહેરના બે વિસ્તારોમાં ચોરીના બે નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતાં. સૈયદ મહોલ્લાના મકાનમાં કબૂતર ચોરી કરવા આવેલા સગીરને ઘરધણીએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હતો જ્યારે બીજા બનાવમાં ઉટડીના પુલ પાસે શકિત માતાના મઢમાં તસ્કરોએ તિજોરી સહિત વસ્તુનો ફંફેરો કરી બે ધાબળા ઉઠાવ્યા પરંતુ બન્ને ધાબળા મંદિર બહાર મુકીને ભાગી છૂટયા હતા.

લીંબડીના સૈયદ મહોલ્લામાં રહેતા હરપાલભાઈ રણજીતભાઈ રાઠોડના મકાનમાં મોડી રાત્રે કબૂતર ચોરવા ધાબા પરથી ઘરમાં ઉતરી રહેલા સગીર વયના યુવકને ઘરધણીએ જાગીને પકડી પાડ્યો હતો. ઝપાઝપી થતાં હરપાલભાઈને હાથે ઈજા થઈ હતી પરંતુ સગીર વયના ચોરને પકડી મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હતો. ઉટડીના પુલ પાસે આવેલા પ્રસિદ્ધ શકિત માતાના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરની તિજોરી, કબાટમાં રાખેલી માતાજીની સાડીઓ, ઘી, તેલનો ડબ્બો સહિત ચીજ વસ્તુનો ફંફેરો કર્યો હતો.

ત્રણ માસમાં ચોરીનો ત્રીજો બનાવ
ત્રણ મહિનામાં ચોરીનો આ ત્રીજો બનાવ છે. હજી સુધી માતાજીની એક વસ્તુ ચોરાઈ નથી. પાંજરાપોળ બહાર લગાવેલા સીસીટીવી બંધ છે નહીં તો તસ્કરો ઝડપાઈ જાય.અન્ય કોઇ સ્થાને સીસીટીવી કેમેરા નથી. નોંઘાભાઈ ભરવાડ, મંદિરના ભુવા

સગીરના ભવિષ્યનું વિચારી છોડી દીધો
મંદિરની ઘટના વિશે અમને જાણકારી નથી. પરંતુ સૈયદ મહોલ્લામાં કબૂતર ચોરવા આવેલો કાયદાના સંઘર્ષમાં આવતો યુવક હતો. ઘરધણી પણ ફરિયાદ કરવા માંગતા ન હતા. છોકરાના ભવિષ્યનો વિચાર કરીને ઠપકો આપી છોડી મુક્યો હતો.ભવિષ્યમાં આ પ્રકારનું કામ ન કરવાનું પણ જણાવ્યું હતું. એમ.કે. ઈસરાણી, પીએસઆઈ

અન્ય સમાચારો પણ છે...