ધ્રાંગધ્રાના રામગઢ જેગડવા રોડને જોડતા રસ્તે વાવાઝોડાના કારણે વીજથાંભલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના રામગઢ જેગડવા રોડને જોડતા રસ્તે વાવાઝોડાના કારણે વીજથાંભલા એક તરફ નમી જતા અકસ્માતનો ભય સર્જાયો છે. આ અંગે ગ્રામજનોએ પીજીવીસીએલમાં રજૂઆત છતા યોગ્ય ન કરતા રોષની લાગણી ફેલાઇ છે.

ધાંગધ્રાના રામગઢ અને જેગડવા વચ્ચે આવેલો રોડ પર અનેક વાહનો પસાર થાય છે. પરંતુ આ રસ્તે આવેલા વીજળીના થાંભલા થોડા સમય પહેલા આવેલા વાવાઝોડાના કારણે એક બાજુ નમી ગયા છે. આ થાંભલા ગમે ત્યારે પડે કે વાહનને અડીજાય તો અકસ્માતનો લોકોને ભય રહે છે. આ અંગે લાલભા, ગણેશભાઇ, નવીનભાઈ સહીતનાઓએ જણાવ્યુ PGVCLના અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવેલ નથી. આ વીજ થાંભલો અકસ્માત સર્જે તે પહેલા લોક હીતને ધ્યાને લઇ રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...