તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર હત્યા કેસનો ત્રીજો આરોપી પકડાયો 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા કીશનભાઇ કમલેશભાઇ વિરમગામીયાને પોલીસ મથકમાં કરાયેલ અરજીનુ મનદુ:ખ રાખી મનહરસિંહ રવુભા, વિજય ડાભી, ભુરો મીયાણો અને એક અજાણ્યા શખ્સે તા.11 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે માર માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન અમદાવાદ તા. 24ના રોજ કિશનભાઇનું મોત થયુ હતુ. મારામારીનો બનાવ હત્યામાં પરીણમતા પોલીસે મનહરસિંહ રવુભા અને ભુરો મીયાણાને ઝડપી લીધા હતા. જયારે ગુરૂવારે વિજય ડાભીને પકડી પાડયો હતો. ગુરૂવારે સાંજના સમયે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મનહરસિંહ રવુભાના બે દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા છે. જયારે ભુરો મીયાણા અને વિજય ડાભીને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...